Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એક સમયે કોરોના મુક્ત દેશ જાહેર કરનાર ન્યૂઝીલેન્ડના PM પોતે થયા કોરોના પોઝિટિવ

ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિંડા આર્ડર્નએ શનિવાર (14 મે, 2022) ના રોજ માહિતી આપી હતી કે, 'શ્રેષ્ઠ પ્રયાસો છતાં' તેઓનું COVID-19 રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  ન્યૂઝીલેન્ડ PM આર્ડર્ને પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. આર્ડર્ને શનિવારે સવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, 'શ્રેષ્ઠ પ્રયાસો છતાં, કમનસીબે, હું મારા બાકીના પરિવાર સાથે જોડાઇ ગઇ અને કોરોના પોઝિટિવ થઇ ગઇ. ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેàª
એક સમયે કોરોના મુક્ત દેશ જાહેર કરનાર ન્યૂઝીલેન્ડના pm પોતે થયા કોરોના પોઝિટિવ
Advertisement
ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિંડા આર્ડર્નએ શનિવાર (14 મે, 2022) ના રોજ માહિતી આપી હતી કે, "શ્રેષ્ઠ પ્રયાસો છતાં" તેઓનું COVID-19 રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  
ન્યૂઝીલેન્ડ PM આર્ડર્ને પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. આર્ડર્ને શનિવારે સવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, "શ્રેષ્ઠ પ્રયાસો છતાં, કમનસીબે, હું મારા બાકીના પરિવાર સાથે જોડાઇ ગઇ અને કોરોના પોઝિટિવ થઇ ગઇ. ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, આર્ડર્ન રવિવારથી તેમના પરિવાર સાથે ઘરે આઇસોલેશનમાં છે, જ્યારે તેમના મંગેતર ક્લાર્ક ગેફોર્ડ પણ કોરોના પોઝિટિવ છે. ક્લાર્કનો પ્રથમ ટેસ્ટ પોઝિટિવ આવ્યો ત્યારથી અમે આઇસોલેશનમાં છીએ. નેવ (આર્ડર્નની પુત્રી) બુધવારે પોઝિટિવ મળી આવી હતી. ન્યૂઝીલેન્ડના આરોગ્ય નિયમો હેઠળ, કોઇ વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવે છે તો તેના ઘરના લોકોએ સાત દિવસ માટે આઇસોલેશનમાં રહેવું પડશે. 

મહત્વનું છે કે, જેસિંડા આર્ડર્ન ફ્લાવર્સને રસી આપવામાં આવી છે, પરંતુ તેમના મંગેતર ક્લાર્ક ગેફોર્ડ પોઝિટિવ આવ્યા બાદ તે પણ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. તેઓ ગયા રવિવારથી હોમ આઈસોલેશનમાં છે. આર્ડર્ને કહ્યું કે, શુક્રવારે રાત્રે તેમણે ઝડપી એન્ટિજેન ટેસ્ટ કરાવ્યું અને પછી શનિવારે તે કોરોના પોઝિટિવ મળી આવ્યા. તેમની પોસ્ટમાં, આર્ડર્ને તેમના લક્ષણો જાહેર કર્યા ન હતા. જોકે, તેમની ઓફિસે એક નિવેદનમાં કહ્યું કે તેમને શુક્રવારથી લક્ષણો દેખાવાનું શરૂ થયું હતું.
આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, ન્યૂઝીલેન્ડમાં કોરોનાવાયરસના 7,441 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 2,503 સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં નોંધાયા છે. રોગચાળાની શરૂઆતથી દેશમાં COVID-19 ના 10,26,715 કેસની પુષ્ટિ થઈ છે.
Advertisement
Tags :
Advertisement

.

×