Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

The Sabarmati Report- ગોધરાકાંડ પર હિન્દી ફિલ્મ

ગોધરા ઘટના પર બની રહી છે ફિલ્મ, જાણો ક્યારે રિલીઝ થશે? વિ ધ સાબરમતી રિપોર્ટ(The Sabarmati Report) 12મી ફેલ' પછી વિક્રાંત મેસી  હવે તેની બીજી ફિલ્મ સાથે મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. હાલમાં જ આ ફિલ્મ The...
the sabarmati report  ગોધરાકાંડ પર હિન્દી ફિલ્મ
Advertisement

ગોધરા ઘટના પર બની રહી છે ફિલ્મ, જાણો ક્યારે રિલીઝ થશે? વિ

ધ સાબરમતી રિપોર્ટ(The Sabarmati Report)

12મી ફેલ' પછી વિક્રાંત મેસી  હવે તેની બીજી ફિલ્મ સાથે મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. હાલમાં જ આ ફિલ્મ The Sabarmati Reportની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

12મી ફેલ'ની જોરદાર સફળતા બાદ વિક્રાંત મેસી ફરી એકવાર દર્શકોના મનોરંજન માટે તૈયાર છે. અભિનેતા ટૂંક સમયમાં એકતા કપૂરની પોલિટિકલ થ્રિલર ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'માં જોવા મળશે. તાજેતરમાં, એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડે વિક્રાંત મેસી અભિનીત આ પોલિટિકલ થ્રિલર ફિલ્મ The Sabarmati Report ની રિલીઝ ડેટ જાહેર કરી છે.

Advertisement

'12મી ફેલ' ફેમસ એક્ટર વિક્રાંત મેસી

'12મી ફેલ' ફેમસ એક્ટર વિક્રાંત મેસી એકતા કપૂરની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'માં લીડ રોલમાં જોવા મળશે, જે અભિનેત્રી રાશિ ખન્ના સાથે સ્ક્રીન શેર કરવા માટે તૈયાર છે.

શોભા કપૂર, એકતા કપૂર, અમૂલ વી મોહન અને અંશુલ મોહન આ ફિલ્મ The Sabarmati Report ના નિર્માતા છે. આ ફિલ્મ 3 મે 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મ સત્ય ઘટના પર આધારિત

એકતા કપૂરની આ પોલિટિકલ થ્રિલર ફિલ્મ The Sabarmati Report ની વાત કરીએ તો તેની સ્ટોરી એક સત્ય ઘટના પર આધારિત છે. 'ધ સાબરમતી રિપોર્ટ' 27 ફેબ્રુઆરી 2002ની સવારે ભારતના ગુજરાત રાજ્યમાં ગોધરા રેલવે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસમાં બનેલી ભયાનક ઘટના પર આધારિત છે..

આ પણ વાંચો: Kangana Ranaut : Bilkis Bano કેસ પર ફિલ્મ બનાવવા અંગે કંગનાએ આપ્યો આ જવાબ! 

Tags :
Advertisement

.

×