Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ શાળાના 64 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, નિષ્ણાતોના મતે આવી શકે છે ચોથી લહેર

કોરોના ફરી એકવાર ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. નિષ્ણાતોને એવો પણ ડર છે કે જો સાવચેતી નહીં રાખવામાં આવે તો ચોથી લહેર જરૂર આવી શકે છે. બીજી તરફ ઓડિશાના રાયગડા જિલ્લાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક શાળામાં 64 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે
આ શાળાના 64 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ  નિષ્ણાતોના મતે આવી શકે છે ચોથી લહેર
Advertisement
કોરોના ફરી એકવાર ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. નિષ્ણાતોને એવો પણ ડર છે કે જો સાવચેતી નહીં રાખવામાં આવે તો ચોથી લહેર જરૂર આવી શકે છે. બીજી તરફ ઓડિશાના રાયગડા જિલ્લાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. 
અહીં એક શાળામાં 64 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને સંક્રમણને રોકવા માટે પૂરતા પગલા લેવા અને યોજના તૈયાર કરવા સૂચનાઓ જારી કરવામાં આવી છે. જિલ્લા કલ્યાણ અધિકારીઓને વિદ્યાર્થીઓ માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની જોગવાઈની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે. સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, હોસ્ટેલમાં મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. રાયગડાના જિલ્લા મેજિસ્ટ્રેટ સરોજ કુમાર મિશ્રાએ માહિતી આપી છે કે, તમામ જરૂરી પગલા લેવામાં આવ્યા છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. હજુ સુધી કોરોના ફાટી નીકળવાની સ્થિતિ નથી. જોકે, રેન્ડમ ટેસ્ટિંગ દરમિયાન અમને બે હોસ્ટેલમાં 64 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા હતા. વિદ્યાર્થીઓમાં સંક્રમણના કોઈ લક્ષણો નથી અને તેમને અલગ રાખવામાં આવ્યા છે.

આ સિવાય જિલ્લાના બિસામાતક બ્લોકની એક સરકારી હાઈસ્કૂલની 20 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત મળી આવી હતી. થોડા દિવસો પહેલા, રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં ભારે ઘટાડો થયો છે. રાજ્યમાં દરરોજ સંક્રમણના 8 થી 15 કેસ મળી રહ્યા છે. રાજ્યના આરોગ્યમંત્રી નબા કિશોર દાસનું કહેવું છે કે, કેટલાક રાજ્યોમાં કોવિડ-19 સંક્રમણની સંખ્યામાં વધારો થયો છે અને તેને ધ્યાનમાં રાખીને, આરોગ્ય વિભાગના અધિકારીઓને તેમની તપાસ અને દેખરેખના પગલાને વધુ તીવ્ર બનાવવા માટે કહેવામાં આવ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.

×