Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તમે જે આઇસ્ક્રીમ કે મીઠાઇ ખાવ છો તે એક્સપાયરી ડેટવાળી મલાઇમાંથી તો નથી બન્યાને ...? રાજકોટમાંથી ઝડપાયો 6 હજાર કિલો અખાદ્ય મલાઇનો જથ્થો

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ નવરાત્રીના તહેવારો આવી રહ્યા છે.. કેટલાક લોકો આ તહેવારમાં વ્રત ઉપવાસ કરતા હોય છે. જેમાં આઇસ્ક્રીમ મીઠાઈ સહિતની વાનગીઓ પણ આરોગતા હોય છે ત્યારે કેટલાક લેભાગુ તત્વો આવા સમયે લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને રૂપિયા કમાવવા...
તમે જે આઇસ્ક્રીમ કે મીઠાઇ ખાવ છો તે એક્સપાયરી ડેટવાળી મલાઇમાંથી તો નથી બન્યાને      રાજકોટમાંથી ઝડપાયો 6 હજાર કિલો અખાદ્ય મલાઇનો જથ્થો
Advertisement

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ

નવરાત્રીના તહેવારો આવી રહ્યા છે.. કેટલાક લોકો આ તહેવારમાં વ્રત ઉપવાસ કરતા હોય છે. જેમાં આઇસ્ક્રીમ મીઠાઈ સહિતની વાનગીઓ પણ આરોગતા હોય છે ત્યારે કેટલાક લેભાગુ તત્વો આવા સમયે લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને રૂપિયા કમાવવા ઇચ્છતા હોય છે ત્યારે આવા શખ્સો સામે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયું છે.

Advertisement

Advertisement

રાજકોટ માં આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીગ્રામ વિસ્તારમાં એક કોલ્ડ સ્ટોરેજમાં દરોડા પાડવામાં આવ્યા હતા...રવિરાજ નામના કોલ્ડ સ્ટોરેજ માં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરાઈ હતી જેમાં 6000 કિલો એક્સપયરી થયેલો મલાઈ જથ્થો ઝડપાયો હતો... આ મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સની મલાઈ હોવાનું સામે આવ્યું હતું... આ આરોગ્ય વિભાગની રેડ દરમિયાન સૌથી મહત્વની બાબત એ સામે આવી હતી કે જાન્યુઆરી થી માર્ચ મહિનામાં ઉત્પાદન કરવામાં આવ્યું હતું.. મલાઈ નું આ ઉત્પાદન સરધાર રોડ પર આવેલ રફાળા ગામમાં કરવામાં આવ્યું હોવાનું પણ આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવીયુ છે.. જોકે આ મલાઈ નો જથ્થો કોને મોકલવાનો હતો ? તે સહિતની વિવિધ બાબતો ની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે જો આ અખાદ્ય મલાઈ નો જથ્થામાંથી બનતી વાનગી લોકો આરોગે તો તેમને અલગ અલગ બીમારીઓ થતી હોય છે.. ખાસ કરીને આ પ્રકારની અલગ અલગ મીઠાઈઓ તેમજ આઇસ્ક્રીમ જેવી વાનગીઓમાં તેનો ઉપયોગ વધુ થતો હોય છે. સામાન્ય રીતે તહેવાર સમયે પરિવાર સાથે હસી ખુશીથી મીઠાઈ આરોગતા હોય છે જોકે આવી અખાદ્ય મલાઈ માંથી બનતી વાનગીઓ ખુશીના બદલે દુઃખનું કારણ બની જતી હોય છે

Tags :
Advertisement

.

×