Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

WHO એ વિશ્વને કર્યા સાવધાન, અંદાજે 70 હજાર લોકો દર અઠવાડિયે ભેટી રહ્યા છે મોતને

વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા જતા કેસોની વચ્ચે અત્યાર સુધીમાં 42 કરોડથી વધુ લોકો આ મહામારીનો ભોગ બન્યા છે. વળી, વિશ્વમાં મહામારી સામે ચાલી રહેલા રસીકરણ હેઠળ અત્યાર સુધીમાં 58.7 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 10.31 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે હવે WHO એ કોરોના મહામારીને લઇને સમગ્ર વિશ્વને એકવાર ફરી સાવધાન કર્યા છે. થોડી બેદરકારી તમને મુકી શકે છે મુશ્કેલીમà
who એ વિશ્વને કર્યા સાવધાન  અંદાજે 70 હજાર લોકો દર અઠવાડિયે ભેટી રહ્યા છે મોતને
Advertisement
વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા જતા કેસોની વચ્ચે અત્યાર સુધીમાં 42 કરોડથી વધુ લોકો આ મહામારીનો ભોગ બન્યા છે. વળી, વિશ્વમાં મહામારી સામે ચાલી રહેલા રસીકરણ હેઠળ અત્યાર સુધીમાં 58.7 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 10.31 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે હવે WHO એ કોરોના મહામારીને લઇને સમગ્ર વિશ્વને એકવાર ફરી સાવધાન કર્યા છે. 
થોડી બેદરકારી તમને મુકી શકે છે મુશ્કેલીમાં
તાજેતરમાં કોરોનાનાં કેસમાં સમગ્ર વિશ્વમાં ઘટાડો નોંધાયો છે. હાલમાં, કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 42,13,48,262 છે. આ સાથે, મૃત્યુઆંક 58,72,338 પર પહોંચી ગયો છે, જ્યારે આ મહામારી સામે ચાલી રહેલા રસીકરણ હેઠળ વિશ્વભરમાં અત્યાર સુધીમાં રસીના 10,31,72,84,055 ડોઝ આપવામાં આવ્યા છે. સમગ્ર વિશ્વમાં આજે કોવિડની ગતિ ભલે ધીમી થઈ ગઈ હોય, પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. થોડી બેદરકારી તમને મુશ્કેલીમાં મુકી શકે છે. સાથે જ WHOએ પણ આ અંગે ચેતવણી જાહેર કરી દીધી છે. WHO કહે છે કે, મહામારી હજુ સમાપ્ત થઇ નથી. દર અઠવાડિયે, સમગ્ર વિશ્વમાં લગભગ 70 હજાર લોકો કોરોના સંક્રમણથી કાળના મુખમાં જઇ રહ્યા છે. આવી સ્થિતિમાં જોખમ લેવું ભારે પડી શકે છે.
આફ્રિકા જેવા દેશમાં હજુ પણ 83 ટકા લોકોને કોરોનાની રસી મળી નથી
થોડા મહિના પહેલા, કોવિડ સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ હતુ. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનએ સમગ્ર દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. પરંતુ તેની અસર ઘણી ઓછી હતી. આવી સ્થિતિમાં, સંક્રમણ જેટલી ઝડપથી વધ્યો, તેટલી જ ઝડપથી તે ઘટ્યો. આ દરમિયાન WHOએ કહ્યું છે કે, એવું નથી કે આ મહામારી સામે આપણે જીત મેળવી લીધી છે કે આ વાયરસ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે. આ મામલે બેદરકારી રાખવાની જરૂર નથી. કારણ કે, આફ્રિકા જેવા દેશમાં હજુ પણ 83 ટકા લોકોને કોરોનાની રસી મળી નથી. 
નવા વેરિઅન્ટને શોધી કાઢવું ખૂબ મુશ્કેલ
WHOએ કહ્યું કે, ઓમિક્રોન વેરિઅન્ટ ચોક્કસપણે ધીમો પડી ગયો છે, પરંતુ હજુ સુધી સંપૂર્ણપણે ખતમ થયો નથી. WHO કહે છે કે આપણે માની લેવું પડશે કે આ નવા વેરિઅન્ટને શોધી કાઢવું ખૂબ મુશ્કેલ છે. કારણ કે તેનો ફેલાવો ઘણો વધારે છે. આવી સ્થિતિમાં સાવચેતી રાખવી જરૂરી છે. કારણ કે સમગ્ર વિશ્વમાં હજુ પણ દર અઠવાડિયે લગભગ 70 હજાર લોકો કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે. આ વચ્ચે જો ભારતની વાત કરીએ તો અહી કોરોનાના દૈનિક કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ઘટતા કેસને ધ્યાને રાખતા હવે કોવિડ નિયમોને પણ હળવા કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે લોકોએ 2 વર્ષ બાદ જાણે રાહતનો શ્વાસ લીધો છે. 
Tags :
Advertisement

.

×