ચીનની આ કંપની તેના કર્મચારીઓને તેમના ત્યાં જન્મ લેનારા પ્રત્યેક બાળક માટે આપશે લાખ્ખો રૂપિયા
ચીન અને જાપાન સહિત ઘણા દેશોની વસ્તી ઝડપથી વૃદ્ધ થઈ રહી છે અને કામ કરવાની વય ધરાવતા લોકોની વસ્તી ઘટી રહી છે. આ સંકટનો સામનો કરવા માટે સરકાર લોકો પર વધુ બાળકો પેદા કરવા માટે દબાણ કરી રહી છે. આ માટે સરકારો દ્વારા અનેક પ્રકારના પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ લાખો રૂપિયા પણ આપવામાં આવી રહ્યા છે. જો કે ચીનની એક ટ્રાવેલ કંપની પોતાના કર્મચારીઓ માટે સૌથી અનોખી ઓફર લઈને આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, 1 જુલાઈથી તે તેના બાળકો ધરાવતા તમામ કર્મચારીઓને લગભગ 5.66 લાખ રૂપિયા એટલે કે 50,000 યુઆન આપશે..આમ દરેક બાળક 500,000 રૂપિયા માટે પાત્ર બનશે.
જેનો હેતુ યુવાનોમાં સંતાન પેદા કરવાની ઈચ્છા વધારવાનો છે
કોઈપણ ખાનગી કંપનીની અત્યાર સુધીની આ સૌથી મોટી પહેલ છે. રોઇટર્સના અહેવાલ અનુસાર, Trip.com ના એક્ઝિક્યુટિવ ચેરમેન જેમ્સ લિયાંગે કહ્યું, "મેં હંમેશા સૂચન કર્યું છે કે સરકારે વધુ બાળકો ધરાવતા પરિવારોને મદદ કરવી જોઈએ. તેમને તમામ પ્રકારની સુવિધાઓ, ખાસ કરીને પૈસા પ્રદાન કરવા જોઈએ, જેથી યુવાઓમાં વધારે બાળકો પેદા કરવાની ઈચ્છા થાય. ખાનગી કંપનીઓ આ પ્રયાસમાં પોતાનું યોગદાન આપી રહી છે.. વિશ્વની સૌથી મોટી ઓનલાઈન ટ્રાવેલ એજન્સીઓ પૈકીની એક Trip.com ના જેમ્સ લિયાંગે જણાવ્યું હતું કે, "અમે વિશ્વભરમાં અમારા કર્મચારીઓના ત્યાં જન્મ લેનારા દરેક બાળકને પાંચ વર્ષ સુધી દર વર્ષે 10,000 યુઆન આપવાનું નક્કી કર્યું છે. આ મૂળ સબ્સીડી અંતર્ગત હશે. કંપની આ પહેલ પર એક અરબ યુઆન ખર્ચ કરશે.
ચીનમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે
ચીનની એક બાળક નીતિ 1980 થી 2015 સુધી અમલમાં હતી. પરિણામે, નિષ્ણાતો માને છે કે ચીન સમૃદ્ધ થાય તે પહેલાં તે વૃદ્ધ સમાજ બની જશે, કારણ કે તેનું કાર્યબળ સતત ઘટી રહ્યું છે. વૃદ્ધોની વસ્તી પર ખર્ચ વધી રહ્યો છે. ચીનનો જન્મ દર ગયા વર્ષે ઘટીને 6.77 પ્રતિ 1,000 લોકો પર આવી ગયો હતો, જે 2021માં 7.52 હતો, જે એક રેકોર્ડ બનાવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે 2021માં યુગલો વધુમાં વધુ ત્રણ બાળકો પેદા કરી શકે છે. જો કે, યુવાનોને વિવિધ કારણોસર બાળકો થવામાં રસ નથી. તેથી જ સરકારે વિવિધ યોજનાઓ જાહેર કરી છે. યુવાનોને લાગે છે કે બાળકોની સંભાળ રાખવી અને તેમને ભણાવવું એ તેમના નિયંત્રણની બહાર છે.
9 થી 12 મહિનાની રજા પણ મળે છે
અગાઉ, ટેક કંપની બેઇજિંગ ડાબીનોંગ ટેક્નોલોજી ગ્રુપે તેના એવા કર્મચારીઓને 900,000 યુઆન એટલે કે લગભગ 11.50 લાખ રૂપિયાનું ઈનામની જાહેરાત કરી હતી,જેઓ ત્રીજુ બાળક પેદા કરે, તેમણે 9 મહિનાની રજા આપવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મહિલા કર્મચારીઓને પણ 12 મહિનાની રજા આપવામાં આવી હતી. નોંધપાત્ર રીતે, ચીનમાં બાળકોના ઉછેર માટે બાળ બોનસ, વિસ્તૃત ચૂકવણીની રજાઓ, કર મુક્તિ અને સબસિડી જેવા પ્રોત્સાહનો આપવામાં આવે છે


