Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ સિનિયર સિટિઝન શિવાલયમાંથી દૂધ એકઠુ કરી જરૂરીયાત મંદોને આપે છે

અહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ  જૂનાગઢના એક સિનિયર સિટિઝન અનોખી સેવા આપી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસમાં લોકો શિવાલયોમાં દૂધ ચડાવે છે ત્યારે શિવજીને દૂધ ચડાવીને બાકીનું થોડું દૂધ એક કેનમાં એકત્રીત કરી ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને પીવડાવવામાં આવે છે, છેલ્લા...
આ સિનિયર સિટિઝન શિવાલયમાંથી દૂધ એકઠુ કરી જરૂરીયાત મંદોને આપે છે
Advertisement

અહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ 

જૂનાગઢના એક સિનિયર સિટિઝન અનોખી સેવા આપી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસમાં લોકો શિવાલયોમાં દૂધ ચડાવે છે ત્યારે શિવજીને દૂધ ચડાવીને બાકીનું થોડું દૂધ એક કેનમાં એકત્રીત કરી ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને પીવડાવવામાં આવે છે, છેલ્લા દસ વર્ષથી આ વરીષ્ઠ નાગરીકે દૂધ બેંક શરૂ કરી છે જેમાં શિવાલયો બહાર દૂધના કેન રાખવામાં આવે છે જેમાં લોકો શિવાલયોમાં આવે ત્યારે થોડૂં દૂધ આ દૂધ બેંકના કેનમાં પણ આપે છે જે આ વરીષ્ઠ નાગરીક સાઈકલ પર ફરીને જરૂરીયાતમંદ લોકોને પહોંચાડે છે.

Advertisement

ઓન્લી ઈન્ડીયનના નામથી જાણીતા આ વરીષ્ઠ નાગરીક છેલ્લા દસ વર્ષથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દૂધ બેંક ચલાવે છે, વહેલી સવારે સાઈકલ પર નીકળીને દૂધના ખાલી કેન શિવાલયોમાં મુકી જાય છે, શ્રાવણ માસમાં શિવાલયોમાં આવતાં ભાવિકો શિવજીને દૂધનો અભિષેક કરે છે ત્યારે બાજુમાં દૂધ બેંકનું એક કેન પણ રાખેલુ હોય છે, ભાવિકો શિવજીને જે દૂધનો અભિષેક કરે છે તેમાંથી થોડું દૂધ આ દૂધ બેંકના કેનમાં પણ પધરાવે છે, લગભગ બપોર સુધીમાં ફરીને આ વરીષ્ઠ નાગરીક સાઈકલ લઈને નીકળી પડે છે અને જે શિવાલયોમાં કેન મુક્યા હોય છે તે દૂધ લઈને તે ગરીબો અને જરૂરીયાતમંદ લોકોને પીવડાવે છે.

Advertisement

શ્રાવણ માસમાં શિવાલયોમાં ભાવિકોની ભીડ રહેતી હોય તેથી દરરોજ અંદાજે 15 થી 17 લીટર દૂધ એકત્રીત થાય છે અને સોમવારના દિવસે તો 40 થી 45 લીટર દૂધ એકત્રીત થાય છે, આમ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અંદાજે પંદરસો થી બે હજાર લીટર દૂધ એકત્રીત થાય છે જે જરૂરીયાતમંદ લોકોને પહોંચાડવામાં આવે છે. આ વરીષ્ઠ નાગરીક ઓન્લી ઈન્ડીયનના નામથી જાણીતા છે, લોકોમાં સેવાભાવ જાગે તેવા તેમના પ્રયાસો હોય છે, શિવનો ભાગ જીવને પણ મળે તેવા હેતુથી તેઓ દસ વર્ષથી દૂધ બેંક ચલાવીને અનોખો સેવાયજ્ઞ કરી રહ્યા છે.

Tags :
Advertisement

.

×