વડાપ્રધાનશ્રીએ વર્ષ 2003માં વાવેલુ વાયબ્રન્ટ ગુજરાત સમિટનું બિજ આજે વટવૃક્ષ બનીને ઉભરી આવ્યુ છેઃ CM ભૂપેન્દ્રભાઇ પટેલ
વાયબ્રન્ટ ગુજરાત સમિટની 20મી વર્ષગાંઠ પર અમદાવાદની સાયન્સ સીટી ખાતે પીએમ મોદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.. જેમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે બે દાયકા પહેલા ગુજરાતને વિશ્વ ફલક પર ચમકાવવાનું જે સપનું આદરણીય નરેન્દ્રભાઇ મોદીએ જોયુ હતું તે સંપૂર્ણ સાકાર...
Advertisement
વાયબ્રન્ટ ગુજરાત સમિટની 20મી વર્ષગાંઠ પર અમદાવાદની સાયન્સ સીટી ખાતે પીએમ મોદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.. જેમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે બે દાયકા પહેલા ગુજરાતને વિશ્વ ફલક પર ચમકાવવાનું જે સપનું આદરણીય નરેન્દ્રભાઇ મોદીએ જોયુ હતું તે સંપૂર્ણ સાકાર થયુ છે.
તેમણે કહ્યું કે વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સૌ પ્રથમ હું ગુજરાતની જનતા જનાર્દન વતી G20ની ઐતિહાસિક સફળતા બદલ અભિનંદન પાઠવુ છું. વિશ્વભરના નેતાઓ જ્યારે વડાપ્રધાનશ્રીને ઉમળકાભેર મળે છે ત્યારે સૌ ગુજરાતી ગૌરવની લાગણી અનુભવે છે.
ભારત સાથે વિશ્વના દેશો સહભાગીતા માટે તત્પર
આજે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં નવા ભારત સાથે વિશ્વના દેશો સહભાગીતા માટે તત્પર છે. તેના કારણે આજે ભારતમાં નવી ટેક્નોલોજી, નવા ઉદ્યોગો અને નવા રોજગારના અવસરો આવી રહ્યા છે.
ગુજરાતની સક્ષમતા અને ગુજરાતમાં રહેલી ઓપોર્ચ્યુનિટી તેમણે આ સમિટ દ્વારા વિશ્વ સમક્ષ મુકી
વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં નવી ટેકનોલોજી આવે.. નવા ઉદ્યોગો આવે અને નવા રોજગારના અવસરો ઉભા થાય તેવા વિઝન સાથે બે દાયકા પહેલા ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટનો એક નવતર વિચાર આપેલો.. ગુજરાતની સક્ષમતા અને ગુજરાતમાં રહેલી ઓપોર્ચ્યુનિટી તેમણે આ સમિટ દ્વારા વિશ્વ સમક્ષ મુકી..
દેશ અને દુનિયાના બિઝનેસ લિડર્સ એક પ્લેટફોર્મ પર ભેગા થયા
આ સમિટ થકી દેશ અને દુનિયાના બિઝનેસ લિડર્સ એક પ્લેટફોર્મ પર ભેગા થયા અને ગુજરાતના વિકાસને એક નવી દિશા, નવી ગતિ મળી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ 2003માં વાવેલુ વાઇબ્રન્ટ સમિટનું એક બિજ આજે વટવૃક્ષ બની ગયુ છે. ગુજરાતને ઉદ્યોગ, મુડીરોકાણ અને રોજગાર ક્ષેત્રે ગ્લોબલ મેપ પર ચમકાવવાનું શ્રી નરેન્દ્રભાઇનું સપનું 100 ટકા સફળતાપૂર્વક સાકાર થયું છે


