સુરત જિલ્લામાં અવિરત મેઘમહેર, ક્યાંય દિવાલ ધરાશાયી ક્યાંક ટ્રાન્સફોર્મરમાં ધડાકા
અહેવાલઃ ઉદય જાદવ, સુરત
દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘ મહેર જોવા મળી રહી છે, સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે વરસાદી માહોલ વચ્ચે વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા થવાની એક ઘટના સામે આવી હતી.
મળતી માહિતી મુજબ બારડોલી સીટી મોલ નજીક વીજ ટ્રાન્સફોર્મર આવેલું છે જેમાં આજે વરસાદી માહોલ વચ્ચે ધડાકા થયા હતા. આ વીડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
સુરતના માંડવી ખાતે આવેલા મુખ્ય બજારમાં એક વર્ષો જુના મકાનની એક દિવાલ ધરાશાયી થઇ હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. અહીં નીચે દુકાન હતી અને ઉપર એક વર્ષો જૂનું મકાન હતું આ મકાનની દિવાલ આજે એકાએક ધરાશાયી થઈ હતી જેને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી.
જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.બીજી તરફ બનાવની જાણ થતા નગર પાલિકા તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને અને કાટમાળ ખસેડ્યો હતો.




