Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઘુંટણના ઓપરેશન કરાવી ચૂકેલા દર્દીઓ માટે ગરબાનું અનોખું આયોજન , સર્જરી બાદ નવા જોમ-જુસ્સા સાથે રમ્યા ગરબા

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ  નવરાત્રિને ની શરૂઆત થઈ છે ત્યારે અવનવા આયોજનો શહેરમાં થશે પરંતુ આવું ભાગ્યે જ બનતું હશે કે, ગરબાનું આયોજન કોઈ 'ની' સર્જરી કરાવી ચૂકેલા જૂના પેશન્ટસ માટે થયું હોય. જી હા, આ અદભૂત આયોજન 'રેસ્ટોની હોસ્પિટલ...
ઘુંટણના ઓપરેશન કરાવી ચૂકેલા દર્દીઓ માટે ગરબાનું અનોખું આયોજન   સર્જરી બાદ નવા જોમ જુસ્સા સાથે રમ્યા ગરબા
Advertisement

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ 

નવરાત્રિને ની શરૂઆત થઈ છે ત્યારે અવનવા આયોજનો શહેરમાં થશે પરંતુ આવું ભાગ્યે જ બનતું હશે કે, ગરબાનું આયોજન કોઈ 'ની' સર્જરી કરાવી ચૂકેલા જૂના પેશન્ટસ માટે થયું હોય. જી હા, આ અદભૂત આયોજન 'રેસ્ટોની હોસ્પિટલ ની રીપ્લેસમેન્ટ, સેવ નેચરલ ની', દ્વારા શ્રીમાળી બ્રાહ્મણ સુવર્ણ જયંતિ હોલ, પાલડી અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.

Advertisement

ગરબા રમતા સમયે પહેલા જેવો જ જૂસ્સો જોવા મળ્યો

Advertisement

વર્ષો પહેલા ઘૂંટણની 'ઈમ્લાન્ટ લેસ રીસ્ટોરેશન સર્જરી' દ્વારા કુદરતી ગાદીનું રીજનરેશન કરાવી ચૂકેલા પેશન્ટસ આજે એક બિલકુલ હેલ્ધી લાઈફ જીવી રહ્યા છે. 'ની' સર્જરીના વર્ષો બાદ પણ તેઓમાં ગરબા રમતા સમયે પહેલા જેવો જ જૂસ્સો જોવા મળ્યો હતો. આ દરમિયાન મહિલાઓ ચણિયા ચોલી અને ભાઈઓ કુર્તા-પાયજામાંના ટ્રેડિશનલ ડ્રેસમાં ગરમે ઘૂમ્યા હતા. અદભૂત આયોજનનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

1,000થી વધુ પેશન્ટ્સની સારવાર કરી, જેમાંથી  20 ટકા યંગ પેશન્ટ્સ 

'રેસ્ટોની હોસ્પિટલના' મેનેજિંગ ડિરેક્ટર હેમ ઓઝાએ કહ્યું કે, મહીલાઓને ગરબા રમવું ખૂબ જ પસંદ હોય છે પરંતુ ઘૂંટણના ઘસારાનું પ્રમાણ મહિલાઓમાં વધુ હોય છે, ઘૂંટણની તકલીફના કારણે રમવું હોય તો પણ રમી નથી શકાતું, જેથી સામાજિક રીતે પણ તેઓ દૂર થઈ જતા હોય છે. જેથી મહિલાઓ વધુ નિરાશ થાય છે, પરંતુ 'રેસ્ટોની હોસ્પિટલ' તેવા લોકોની ઈમ્પ્લાન્ટ લેસ રીસ્ટોરેશન સર્જરી કરી તેમનામાં એક નવો ઉત્સાહ ભરી દે છે. આ સર્જરી બાદ લોકો બધી જ મૂવમેન્ટ કરી શકે છે અને ગરબાને પણ સારી રીતે એન્જોય કરી શકે છે તેમજ કામ પણ આસાનીથી કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, 1,000થી વધુ પેશન્ટ્સની સારવાર અમે કરી છે તે પૈકી જેમાં અત્યારે હયાત છે એ તમામને ગરબા રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 150 થી વધુ સિનિયર સિટીઝન તેમજ 20 ટકા જેવા યંગ પેશન્ટ્સ પણ સામેલ છે. સર્જરી બાદની હેલ્ધી લાઈફ એન્જોય કરી રહેલા લોકો અહીં આવ્યા હતા અને ગરબાના તાલે મન મુકીને ઝૂમ્યા હતા.

વધુમાં તેમણે કહ્યું કે, અત્યારે યંગ એજમાં પણ ઘૂંટણની સમસ્યાઓ જોવા મળી રહી છે. તાજેતરતમાં જ 29 વર્ષના યુવાનને પણ આ સમસ્યા હતી જેમની અમે સારવાર કરી છે. આ ઉપરાંત એક જ પરીવારના ત્રણ પેઢીના લોકોની પણ અમે આ પ્રકારે ઘૂંટણની સર્જરી કરી છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, લોકોમાં યંગ એજથી લઈને મોટી ઉંમર સુધી આ સમસ્યા અત્યારે જોવા મળી રહી છે. જેથી કુદરતી ઘૂંટણ બચાવવા જોઈએ, આ સિવાય લોકોએ તેમના ડાયટ, કસરત વગેરે બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ.

Tags :
Advertisement

.

×