Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉત્તર પ્રદેશ : મસમોટું રાજ્ય, મસમોટો ઇતિહાસ

ભારતના ઇતિહાસ અને રાજકારણમાં સૌથી વધુ ચર્ચિત રાજ્ય એટલે ઉત્તર પ્રદેશ. ભારતના ૧૪ પ્રધાનમંત્રીમાંથી ૮ તો યુપીના છે. ઉત્તર પ્રદેશ મોટાભાગે બુંદેલખંડ, અવધ, પૂર્વાંચલ, અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ એમ કુલ ચાર ભાગોમાં વહેંચાયેલું છે. હિન્દી હાર્ટ લેન્ડને ઉત્તર પ્રદેશ લીડ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશ એટલું વિશાળ છે અને તેની વસ્તી પણ ૨૪ કરોડ જેટલી છે એટલે તેઓ ચોક્કસ સંસ્કૃતિમાં, પહેરવેશમાં ખà
ઉત્તર પ્રદેશ   મસમોટું રાજ્ય  મસમોટો ઇતિહાસ
Advertisement
ભારતના ઇતિહાસ અને રાજકારણમાં સૌથી વધુ ચર્ચિત રાજ્ય એટલે ઉત્તર પ્રદેશ. ભારતના ૧૪ પ્રધાનમંત્રીમાંથી ૮ તો યુપીના છે. ઉત્તર પ્રદેશ મોટાભાગે બુંદેલખંડ, અવધ, પૂર્વાંચલ, અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ એમ કુલ ચાર ભાગોમાં વહેંચાયેલું છે. હિન્દી હાર્ટ લેન્ડને ઉત્તર પ્રદેશ લીડ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશ એટલું વિશાળ છે અને તેની વસ્તી પણ ૨૪ કરોડ જેટલી છે એટલે તેઓ ચોક્કસ સંસ્કૃતિમાં, પહેરવેશમાં ખાણીપીણીમાં બંધાયેલા નથી પરંતુ તેમાં મોટી માત્રામાં ભિન્નતા જોવા મળે છે. રાજ્યના રહેવાસીઓને તેમના મૂળ પ્રદેશના આધારે અવધી, ભોજપુરી, બ્રાજી, બુંદેલી, કન્નૌજી અથવા રોહિલખંડી કહેવામાં આવે છે.
કાનપુરના મારા મિત્ર છેલ્લા સાત વર્ષથી દિલ્હીના મુખર્જી નગરમાં તૈયારી કરી રહ્યા છે પણ હજી પરીક્ષા પાસ કરી નથી જો કે UPSC પાસ કરવી અઘરી જ છે  પરંતુ ઉત્તર પ્રદેશની UPPSC પાસ કરવી પણ એટલી જ મુશ્કેલ છે કારણ કે અહીંયા વસ્તી ઘનતા અતિશય હોવાથી લાખો ઉમેદવારો થોડી ઘણી જગ્યાઓ માટે અરજી કરતા હોય છે. રેલવેના તો વીસ લાખ ઉપર સુધીના ફોર્મ ભરાય છે. જો કે ઉત્તર પ્રદેશનું શિક્ષણ અલ્હાબાદ યુનિવર્સિટી, બનારસ હિંદુ યુનિવર્સિટી તેમજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ધરોહર રૂપે  સચવાયેલું છે અને આ જ વારસાને અત્યારના હિન્દી બેલ્ટના વિદ્યાર્થીઓ ખૂબ જતનપૂર્વક આગળ લઈ જઈ રહ્યા છે. જો કે, આપણે એ માનવું જ પડશે કે હિન્દી બેલ્ટના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ કરતા અમુક ચોક્કસ કારણો અને પેટર્નના કારણે ક્યાંક પાછા પડી રહ્યા છે પરંતુ જ્યારે વાત જ્ઞાનની હોય કે પછી વાત ચર્ચાની એરણ પર બેઠી હોય ત્યારે ઉત્તર પ્રદેશના જ્ઞાની મિત્રોને હરાવવા ખૂબ જ અઘરા છે.
જેમ સમગ્ર ભારત એક ઉત્સવ પ્રિય રાષ્ટ્ર છે તેવી જ રીતે ઉત્તર પ્રદેશમાં પણ હોળી, દિવાળી, ઈદ  ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે પરંતુ અહીંનો પોતીકો ઉત્સવ છે 'છઠ' એટલે કે છઠપૂજામાં પૂર્વાંચલની સ્ત્રીઓ પોતાના પતિ બાળકો અને પરિવારની સુરક્ષા અને સમૃદ્ધિ માટે સૂર્યદેવતાને પ્રાર્થના કરતી હોય છે અને નિર્જળા ઉપવાસ કરે છે. બિહારમાં પણ આ ઉત્સવ પ્રસિદ્ધ છે જો કે પૂર્વ ઉત્તર પ્રદેશની સંસ્કૃતિ બિહારને મળતી આવે છે. વ્રજ, મથુરા, વૃંદાવન અને નંદવાવની લઠ માર હોળી ખૂબ જ પ્રખ્યાત છે અને દેશ વિદેશના ફોટોગ્રાફર મુલાકાત લે છે. અહીં મુલાકત લેવા ખેલૈયાઓને અધ્યાત્મનો શિખર અનુભવ થયા વગર રહેતો નથી. 
પૂર્વાંચલમાં આમ તો બધા મોટાભાગે ચોખા અને બાટી ખાતા હોય છે જે તેમનો મુખ્ય ખોરાક છે પરંતુ સબ્જી રોટી બીજા રાજ્યોની જેમ જ ખાવાનો રિવાજ છે પરંતુ અવધની આજુબાજુ લખનઉમાં અને એ વિસ્તારમાં કબાબ,ન્યારી, કુલચા ખાવાનો વધુ રિવાજ છે. હિન્દુઓની પવિત્ર નદી ગંગા મોટા ભાગે ઉત્તરપ્રદેશમાંથી નીકળે છે. યમુનાકિનારે મોગલ કાળમાં ઘણા બધાં નગરો અને સ્થાપત્ય બન્યા એટલા માટે જ હિન્દુ અને મુસ્લિમની એક સમન્વયકારી સંસ્કૃતિને ગંગા જમુના તહેઝીબ કહેવામાં આવે છે. વળી, મિરઝાપુર અને સોનલ ભદ્રા ની પ્રાચીન ગુફાઓ અને મંદિરોના આવેલી કલા કારીગરી અને સ્થાપત્ય પણ તેની કલા પ્રચૂર સંસ્કૃતિની ઉજાગર કરે છે તો મથુરા વ્રજ અને બુંદેલી શૈલિની ચિત્રકલા અને કલાકારીગરી પણ અહીંયાં સરસ રીતે સચવાયેલી છે. 
ઉત્તર પ્રદેશ મૌર્ય સામ્રાજ્ય, હર્ષ સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય, પાલ સામ્રાજ્ય, દિલ્હી સલ્તનત, મુઘલ સામ્રાજ્ય તેમજ અન્ય ઘણા સામ્રાજ્યો સહિત પ્રાચીન અને મધ્યયુગીન ભારતનો ઇતિહાસ ધરબીને બેઠું છે. ગંગાના કિનારે માઘ મેળા ઉત્સવમાં ભાગ લેવા માટે લાખો લોકો અલ્હાબાદ ખાતે ભેગા થાય છે. આ ઉત્સવ દર ૧૨  વર્ષે મોટા પાયે આયોજિત કરવામાં આવે છે અને તેને કુંભ મેળો કહેવામાં આવે છે, જ્યાં ૧ કરોડથી વધુ હિન્દુ યાત્રાળુઓ વિશ્વના સૌથી મોટા મેળાવડામાં એકઠા થાય છે.  
ઉત્તર પ્રદેશના લોકપ્રિય  કજરી, ગઝલ, ઠુમરી અને કવ્વાલી કે જે સૂફી કવિતાનું સ્વરૂપ છે તે અવધ પ્રદેશમાં લોકપ્રિય છે, જ્યારે રસિયા જે રાધા અને કૃષ્ણના દૈવી પ્રેમની ઉજવણી કરે છે. ખયાલ એ અર્ધ-શાસ્ત્રીય ગાયનનું એક સ્વરૂપ છે જે અવધના દરબારમાંથી આવે છે. સ્વાંગા એ અર્ધ-ઐતિહાસિક વાર્તાઓ અને લોકગીતોનું નૃત્ય નાટક છે.  
ભારતીય ઉપખંડના ઉત્તર ભાગમાં ઘણી બધી સત્તાઓથી છીનવી લેવામાં આવેલા પ્રદેશો નવાબ, ગ્વાલિયરના સિંધીઓ અને નેપાળના ગુરખાઓને અવધનું સામ્રાજ્ય બંગાળ પ્રેસિડન્સી તરીકે ઓળખાતા બ્રિટિશ પ્રાંતમાં મૂકવામાં આવ્યા હતા ત્યારબાદ  યુનાઈટેડ પ્રોવિન્સ એટલે કે સયુંકત પ્રાંત નામ પાડવામાં આવ્યું એ જ અત્યારનું ઉત્તર પ્રદેશ. 
ઉત્તર પ્રદેશમાં આગ્રા, અલ્હાબાદ, અલીગઢ, અયોધ્યા, કુશીનગર, વારાણસી અને વૃંદાવન સહિત અનેક ઐતિહાસિક, પ્રાકૃતિક અને ધાર્મિક પ્રવાસન સ્થળો છે. ઉત્તર પ્રદેશ ભગવાન રામ અને કૃષ્ણની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે. ઉત્તર ભારતનો આત્મા ઉત્તર પ્રદેશમાં વસે છે. 

(લેખક ગુજરાત સચિવાલયમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગમાં સેક્શન ઓફિસર છે.)
kunalgadhavi08@gmail.com
Tags :
Advertisement

.

×