Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતમાં હથિયારોંની હેરાફેરી કરતા આરોપીની વાસણા પોલીસે મધ્યપ્રદેશથી કરી ધરપકડ

અહેવાલઃ પ્રદિપ કચિયા, અમદાવાદ  હથિયારોની હેરાફેરીનો રેલો અમદાવાદથી એમપી સુધી લંબાયેલો છે. જન્માષ્ટમીના દિવસે 6 આરોપીઓને ઝડપી લીધા બાદ પોલીસે હવે આ ઘટનામાં હથિયાર સપ્લાય કરનાર આરોપીને મધ્યપ્રદેશ પહોંચીને દબોચી લીધો છે. આ અગાઉ જન્માષ્ટમીના દિવસે  પોલીસની ટીમ વાસણામાં ચેકિંગ...
ગુજરાતમાં હથિયારોંની હેરાફેરી કરતા આરોપીની વાસણા પોલીસે મધ્યપ્રદેશથી કરી ધરપકડ
Advertisement
અહેવાલઃ પ્રદિપ કચિયા, અમદાવાદ 
હથિયારોની હેરાફેરીનો રેલો અમદાવાદથી એમપી સુધી લંબાયેલો છે. જન્માષ્ટમીના દિવસે 6 આરોપીઓને ઝડપી લીધા બાદ પોલીસે હવે આ ઘટનામાં હથિયાર સપ્લાય કરનાર આરોપીને મધ્યપ્રદેશ પહોંચીને દબોચી લીધો છે.
આ અગાઉ જન્માષ્ટમીના દિવસે  પોલીસની ટીમ વાસણામાં ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન હથિયારોનો મસ મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિશાલા સર્કલ નજીકથી 9 પિસ્તોલ, 1 રિવોલ્વર, 61 કારતૂસ અને 3 મેગેઝિન સાથે 6 આરોપીઓને દબોચી લીધા. અને અઢી લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો.
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે હથિયારો સાથે પકડાયેલા મોટા ભાગના આરોપીઓ જમાલપુરમાં રહેતા હતા. આરોપીઓ તપાસ કરતા હથિયારોની હેરાફેરી કરતા શખ્સોનું મધ્યપ્રદેશ કનેક્શન સામે આવ્યું હતું. આરોપીઓ મધ્યપ્રદેશના અખ્તર ઉર્ફે આફતાબ શેખ નામના શખ્સ પાસેથી હથિયારો લાવ્યા હતા. એક તરફ પોલીસની તપાસનો ધમધમાટ ચાલુ હતો તો બીજી બાજુ સૂત્રધાર અખ્તરની બહેન પણ પોતાના ભાઈને બચાવવા મેદાનમાં આવી ગઈ. પોલીસની કાર્યવાહીથી એલર્ટ થઈને તેણે પોતાના ભાઈને ટેલિફોનિક જાણ કરી દીધી એટલે મુખ્ય આરોપી અખ્તર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. અને પોલીસથી બચવા માટે નામ બદલીને ઓળખ છુપાવીને ફરતો હતો. પરંતુ વાસણા પોલીસની બાહોશ ટીમે છેક મધ્યપ્રદેશ જઈને ભૂગર્ભમાં છુપાઈને બેઠેલા અખ્તરને દબોચી લીધો હતો.
મુખ્ય આરોપી આફતાબ શેખની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે હથિયારોની ડિલિવરી આપવા માટે ચાર વખત અમદાવાદ આવ્યો હતો. આરોપી આફતાબ મધ્યપ્રદેશના કાજલપુર ગામમાંથી હથિયારો લાવતો હતો.. અને 4થી 12 હજારમાં હથિયાર ખરીદી સોનુ અને શાહનવાઝને બમણી કિંમતે વેચતો હતો. એટલે કે તે 15થી 20 હજાર કે 40 હજાર સુધીના ભાવમાં હથિયાર વેચતો હતો. આરોપી આફતાબ શેખ 2015થી આ ધંધો કરતો હતો. મધ્યપ્રદેશના કાજલપુર ગામમાં ચિકલીગર ગેંગના લોકો રહેતા હોવાથી ગેરકાયદે હથિયારોનો વેપલો ચાલે છે.
હથિયારોની હેરાફેરીમાં તપાસના તાર અમદાવાદથી એમપી સુધી લંબાયા છે. હાલ તો મુખ્ય આરોપી આફતાબ સહિત 7 આરોપી જેલના સળિયા ગણી રહ્યા છે. હવે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ કેસમાં અન્ય કેટલા આરોપી સંડોવાયેલા છે. અને આરોપીઓએ અન્ય રાજ્યોમાં હથિયારો વેચ્યા છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Tags :
Advertisement

.

×