Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VGGS-2024 : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે UAEના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી ડૉ. થાની બિન અહેમદ અલ ઝૈઉદી સાથે મુલાકાત

VGGS-2024 અન્વયે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે UAEના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી ડૉ. થાની બિન અહેમદ અલ ઝૈઉદી સાથે મુલાકાત બેઠક યોજી હતી. યુ.એ.ઈ. 2017થી વાઈબ્રન્ટ સમિટ (VGGS-2024)માં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાય છે અને યુએઈના રોકાણકારોના ગુજરાતમાં રોકાણની સંભાવના ઉત્તરોત્તર વધતી...
vggs 2024   મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે uaeના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી ડૉ  થાની બિન અહેમદ અલ ઝૈઉદી સાથે મુલાકાત
Advertisement

VGGS-2024 અન્વયે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે UAEના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી ડૉ. થાની બિન અહેમદ અલ ઝૈઉદી સાથે મુલાકાત બેઠક યોજી હતી. યુ.એ.ઈ. 2017થી વાઈબ્રન્ટ સમિટ (VGGS-2024)માં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાય છે અને યુએઈના રોકાણકારોના ગુજરાતમાં રોકાણની સંભાવના ઉત્તરોત્તર વધતી રહી છે એમ શ્રીયુત થાની બિન અહેમદે જણાવ્યું હતું.

VGGS-2024 માં આજે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાઇબ્રન્ટ સમિટ VGGS-2024થી સૌને વિકાસવાની તક આપી છે અને એક ભારત- શ્રેષ્ઠ ભારત સાકાર થયું છે. યુએઈના ઉદ્યોગ રોકાણકારોને પણ સાથે મળીને વિકાસમાં ભાગીદાર થવા ઈજન આપ્યુ હતુ.

Advertisement

ગુજરાતના ગિ ફ્ટ સિટી, ધોલેરા સર, ડાયમંડ બુર્સ જેવા પ્રકલ્પો ઉપરાંત રિન્યૂએબલ એનર્જી ગ્રીન હાઇડ્રોજન વગેરેમાં પણ મીનીંગફુલ પાર્ટનરશીપ થઈ શકે તેમ છે એવું આ બેઠકની ચર્ચા દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

Advertisement

સાઉદી અરેબિયાના મંત્રીશ્રી સાથે આવેલા બિઝનેસ ડેલીગેશનના સભ્યોએ ગુજરાતમાં તેમના ઉદ્યોગોને જે સહયોગ મળ્યો છે તે માટે રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ અપ્રોચની સરાહના કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ યુએઈના વિદેશ વ્યાપાર મંત્રીશ્રીને ગુજરાતની ફરીવાર વિસ્તૃત મુલાકાતે આવવાનું આમંત્રણ આપતા કહ્યું કે, રાજ્યના ટુરિઝમ સેક્ટરને પણ તમે સૌ નિહાળો તેવી અમારી અપેક્ષા છે.

સાઉદી અરેબિયાના મંત્રીશ્રીએ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને યુએઈના પ્રવાસે આવવા નિમંત્રણ પાઠવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ VGGS-2024માં આ મુલાકાત બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, યુએઈની કંપનીઓ માટે રેલવે, રોડ-રસ્તાઓ, પોર્ટ્સ અને શિપિંગ જેવા ક્ષેત્રોમાં વિશાળ તકો રહેલી છે.

ગિફ્ટ સિટીમાં રોકાણની શક્યતાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ગુજરાતને UAE અને ભારત તેમજ ગુજરાત વચ્ચે મિત્રતાના મજબૂત બોન્ડીંગનો લાભ મળશે તેમજ દ્વિપક્ષીય સંબંધને વધુ ગાઢ બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી.

આ સૌજન્ય બેઠકમાં મુખ્યમંત્રીના શ્રી અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી હૈદર તેમજ વરિષ્ઠ અધિકારીઓ જોડાયાં હતાં.

આ પણ વાંચો: VGGS 2024 : વિવિધ દેશોના વડાઓએ PM ની દુરંદેશી અને આયોજનબદ્ધ પગલાંની મુક્ત કંઠે સરાહના કરી 

Tags :
Advertisement

.

×