Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VGGS-2024 દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની મુલાકાતે જનરલ વી.કે.સિંઘ

VGGS-2024 અંતર્ગત યોજાયેલા દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો VGGS-2024’ની  કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી શ્રી વી.કે.સિંઘે આજે મુલાકાત લીધી હતી. VGGS-2024 અંતર્ગત હેલિપેડ, ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજિત દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ...
vggs 2024 દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની મુલાકાતે જનરલ વી કે સિંઘ
Advertisement

VGGS-2024 અંતર્ગત યોજાયેલા દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો VGGS-2024’ની  કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી શ્રી વી.કે.સિંઘે આજે મુલાકાત લીધી હતી. VGGS-2024 અંતર્ગત હેલિપેડ, ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજિત દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની આજે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી શ્રી વી.કે.સિંઘે સૌજન્ય મુલાકાત કરી હતી.હોલ નંબર -૭માં તૈયાર કરાયેલ સ્વદેશી 'આરોગ્ય મૈત્રી ક્યૂબ' આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું

રાજ્યમંત્રી શ્રી સિંઘે આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા VGGS-2024 અંતર્ગત યોજાયેલ  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં હોલ નંબર -૭ માં આરોગ્યની વિવિધ યોજનાઓની થીમ પર  તૈયાર કરાયેલા સ્ટોલની મુલાકાત કરીને જરૂરી વિગતો મેળવી હતી.જેમાં કુદરતી આપત્તિ સમયે ઝડપી અને અસરકારક સારવારની કામગીરી માટે ભારતીય વાયુદળ‌ દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી 'આરોગ્ય મૈત્રી ક્યૂબ' તેમજ 'સર્જિકલ સ્ટેશન'નું નિરીક્ષણ કર્યું હતું.જેમાં ભૂકંપ, પુર,વાવાઝોડું, માનવ સર્જિત અકસ્માત વગેરે સમયે ટેકનોલોજી આધારિત તાત્કાલિક સારવાર કેવી રીતે આપી શકાય તેની માહિતી મેળવીને પ્રભાવિત થયા હતા.

Advertisement

VGGS-2024ની  મુલાકાત દરમિયાન ભારતીય વાયુદળ‌ તેમજ આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ મંત્રીશ્રીને નવીન આરોગ્યલક્ષી ટેકનોલોજીથી માહિતગાર કર્યા હતા.હોલ નંબર -૭માં તૈયાર કરાયેલ સ્વદેશી 'આરોગ્ય મૈત્રી ક્યૂબ' આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કુદરતી આપત્તિ સમયે ઝડપી અને અસરકારક સારવારની કામગીરી માટે ભારતીય વાયુદળ‌ દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી 'આરોગ્ય મૈત્રી ક્યૂબ' તેમજ 'સર્જિકલ સ્ટેશન'નું નિરીક્ષણ કર્યું હતું.જેમાં ભૂકંપ, પુર,વાવાઝોડું, માનવ સર્જિત અકસ્માત વગેરે સમયે ટેકનોલોજી આધારિત તાત્કાલિક સારવાર કેવી રીતે આપી શકાય તેની માહિતી અપાઇ છે.

Advertisement

આ પણ વાંચો: VGGS 2024 : ભારતને 2047 સુધીમાં 35 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનતા કોઇ નહીં રોકી શકે : Mukesh Ambani 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×