Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

27 વર્ષથી અટકેલા મહિલા અનામત બિલમાં આખરે છે શું.. કેમ કહેવાય છે કે આ બિલથી બદલાઇ જશે દેશની તસવીર ?

છેલ્લા ઘણા સમયથી સંસદમાં અટવાયેલું મહિલા અનામત બિલને કેબિનેટમાં મંજુરી મળી ગઇ છે.. હવે આ બિલ બુધવારે સંસદમાં રજુ થશે તેવી વાત સામે આવી છે. શું છે મહિલા અનામત બિલ? છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં રહેલા મહિલા અનામત બિલમાં લોકસભા અને...
27 વર્ષથી અટકેલા મહિલા અનામત બિલમાં આખરે છે શું   કેમ કહેવાય છે કે આ બિલથી બદલાઇ જશે દેશની તસવીર
Advertisement

છેલ્લા ઘણા સમયથી સંસદમાં અટવાયેલું મહિલા અનામત બિલને કેબિનેટમાં મંજુરી મળી ગઇ છે.. હવે આ બિલ બુધવારે સંસદમાં રજુ થશે તેવી વાત સામે આવી છે.

શું છે મહિલા અનામત બિલ?

Advertisement

છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં રહેલા મહિલા અનામત બિલમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. લગભગ 27 વર્ષથી પેન્ડિંગ રહેલા મહિલા અનામત બિલ પર નવેસરથી દબાણ વચ્ચે, ડેટા દર્શાવે છે કે લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકાથી ઓછી છે, જ્યારે ઘણા રાજ્યોની વિધાનસભાઓમાં તેમનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે. આ બિલ પહેલીવાર 12 સપ્ટેમ્બર 1996ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. આંકડાઓ અનુસાર, વર્તમાનમાં લોકસભામાં 78 મહિલા સાંસદો છે, જે કુલ સાંસદોના માત્ર 14 ટકા છે. રાજ્યસભામાં માત્ર 32 મહિલા સાંસદો છે, જે રાજ્યસભાના કુલ સાંસદોના 11 ટકા છે.

Advertisement

બિલની જરૂર કેમ છે?

સંસદ અને વિધાનસભાઓમાં અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ અપેક્ષિત નથી. વર્તમાન લોકસભામાં 78 મહિલા સભ્યો ચૂંટાયા હતા, જે કુલ 543 ની સંખ્યાના 15 ટકા કરતા પણ ઓછા છે. રાજ્યસભામાં માત્ર 32 મહિલા સાંસદો છે, જે રાજ્યસભાના કુલ સાંસદોના 11 ટકા છે. આ સિવાય જો રાજ્યોની વાત કરીએ તો આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, ઓડિશા, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા વગેરે રાજ્યોની વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે.

Tags :
Advertisement

.

×