Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આદિપુરુષ ફિલ્મના જે સંવાદ સામે નેપાળે વાંધો ઉઠાવ્યો તેનું સત્ય શું છે .. ક્યાં થયો હતો માતા સીતાનો જન્મ ? ભારતમાં કે નેપાળમાં ?

મા સીતાનું સાચું જન્મસ્થળ કયું ? રામાયણ પર આધારિત ફિલ્મ આદિપુરુષ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. ભારતમાં જ્યાં પાત્રોના સંવાદો પર હોબાળો મચ્યો છે ત્યાં નેપાળમાં તેનું કારણ કંઈક બીજું છે. આ ફિલ્મમાં માતા સીતાને કથિત રીતે ભારતની પુત્રી...
આદિપુરુષ ફિલ્મના જે સંવાદ સામે નેપાળે વાંધો ઉઠાવ્યો તેનું સત્ય શું છે    ક્યાં થયો હતો માતા સીતાનો જન્મ   ભારતમાં કે નેપાળમાં
Advertisement

મા સીતાનું સાચું જન્મસ્થળ કયું ?

રામાયણ પર આધારિત ફિલ્મ આદિપુરુષ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. ભારતમાં જ્યાં પાત્રોના સંવાદો પર હોબાળો મચ્યો છે ત્યાં નેપાળમાં તેનું કારણ કંઈક બીજું છે. આ ફિલ્મમાં માતા સીતાને કથિત રીતે ભારતની પુત્રી તરીકે વર્ણવવામાં આવી છે, જેને લઈને નેપાળીઓની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. કાઠમંડુના મેયર બલેન શાહ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યા પછી, કાઠમંડુ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય લીધો કે જ્યાં સુધી સીતાજીના જન્મની હકીકતો સુધારવામાં ન આવે ત્યાં સુધી માત્ર આદિપુરુષ જ નહીં, પરંતુ એકપણ ભારતીય ફિલ્મ કાઠમંડુમાં રીલીઝ નહીં થાય.

Advertisement

નેપાળમાં શું માન્યતા છે

Advertisement

અગાઉ પણ નેપાળ દેવી સીતાના જન્મસ્થળનો દાવો કરતું રહ્યું હતું. ભારતીય સરહદ પાસે આવેલા નેપાળના મધેશપ્રદેશ રાજ્યની રાજધાની જનકપુરના લોકોનું માનવું છે કે આ સ્થાન સીતાનું જન્મસ્થળ છે. વાલ્મીકિ રામાયણમાં પણ જનકપુરનો ઉલ્લેખ સીતાના જન્મ અને લગ્ન સ્થળ તરીકે કરવામાં આવ્યો છે. સીતાને પોતાની પુત્રી ગણાવતા નેપાળમાં વધુ એક તર્ક જોવા મળે છે. રાજા જનક મિથિલાના રાજા હતા. આ કારણે સીતાને મૈથિલી પણ કહેવામાં આવે છે. જનકપુરમાં ઘણા બધા મૈથિલી ભાષી લોકો છે, જેઓ સીતા-રામમાં આસ્થા ધરાવે છે, તે પણ એક સંકેત છે કે સીતા આ સ્થાનની પુત્રી હોવી જોઈએ.

જનકપુરમાં સીતાના નામ પર જાનકી મંદિર

નેપાળના લોકો દેવી સીતાને નેપાળની પુત્રી માને છે કારણ કે જનકપુરમાં સીતાના નામ પર જાનકી મંદિર છે. રાજા જનકની નગરી હોવાને કારણે તેઓ માતા સીતા પોતાને ત્યાં જ જન્મ્યા હોવાનું માને છે. નેપાળ સરકારની પર્યટન વેબસાઇટ પર, જનકપુરીને ખુલ્લેઆમ જાનકી એટલે કે સીતાના જન્મસ્થળ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. સ્થળ પર ઉલ્લેખ છે કે લગભગ 12 હજાર વર્ષ પહેલા જનકપુર મિથિલાની રાજધાની હતી, જેનો શાસક જનક હતો. અહીં ખેતર ખેડતી વખતે સીતા તેમને મળ્યા હતા.કાઠમંડુથી રોડ માર્ગે લગભગ 400 કિલોમીટર દૂર આવેલા જનકપુરમાં ઘણા મંદિરો છે. નેપાળી આસ્થા અનુસાર માતા સીતાનો જન્મ અહીં થયો હતો તેથી અહીં એક વિશાળ જાનકી મંદિર પણ છે. આ ઉપરાંત અહીં રામ મંદિર, શ્રી જનક મંદિર, હનુમંત દરબાર અને ધનુષાધામ મંદિર પણ છે, જે કથિત રીતે એ જ જગ્યા છે જ્યાં શ્રી રામે શિવ ધનુષ તોડ્યું હતું.

સીતાના જન્મસ્થળને લઈને ભારતમાં માન્યતા

ભારતની વાત કરીએ તો અહીં બિહારની સીતામઢી તેમની જન્મભૂમિ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સીતામઢીનું પુનૌરા ગામ તે સ્થાન છે જ્યાં જમીન ખેડતી વખતે રાજા જનકને સીતાજી મળ્યા હતા. સીતા કહેવાતા હળના ફળ સાથે અથડાવાને કારણે જમીનમાં એક કળશ દટાયેલો મળ્યો, જેમાં એક બાળકી હતી, તેથી તેનું નામ સીતા પડ્યું. વૃહદ વિષ્ણુ પુરાણ અનુસાર, સીતાનો જન્મ જનકપુરથી લગભગ ત્રણ યોજન એટલે કે 40 કિલોમીટર દૂર થયો હતો. નેપાળમાં સીતા માના કથિત જન્મસ્થળ અને ભારતમાં તેમનું જન્મસ્થાન મનાતા સીતામઢી વચ્ચે લગભગ સમાન અંતર છે. આનાથી ભારતના દાવાને પણ મજબૂતી મળે છે કે સીતાનો જન્મ અહીં થયો હતો.

સીતામઢીના જાનકી મંદિરમાં દેશ-વિદેશથી ભક્તો આવે છે

સીતામઢીમાં જાનકીનું જે મંદિર છે, જેના વિશે કહેવાય છે કે તે આ સ્થાન પર ખેતરની જમીનમાંથી મળ્યા હતા ત્યાં અયોધ્યામાં રામજન્મભૂમિની તર્જ પર ભવ્ય મંદિર બનાવવાની માંગ સતત વધી રહી છે. આ સિવાય એક કુંડ પણ છે, જેને જાનકી કુંડ કહેવામાં આવે છે.

Tags :
Advertisement

.

×