Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

WHOએ Pfizerની 'Paxlovid' દવાને આપી મંજૂરી, જાણો કેટલી અસરકારક છે આ દવા

WHOએ શુક્રવારે જણાવ્યું હતું કે તે ફાઇઝરની એન્ટિ-વાયરલ ગોળી, પેક્સલોવિડનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. તે હળવા અને મધ્યમ કોરોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમમાં આપી શકાય છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોનાની સારવાર માટે બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરની 'પેક્સલોવિડ' ગોળીની ભલામણ કરી છે. અગાઉ, remdesivir અને molanupiravirને મંજૂરી આપવામાં આવી ચૂકી છે. WHOએ શુક્રવારે જણાવ્યું હ
whoએ pfizerની  paxlovid  દવાને આપી મંજૂરી  જાણો કેટલી અસરકારક છે આ દવા
Advertisement

WHOએ શુક્રવારે જણાવ્યું હતું કે તે ફાઇઝરની એન્ટિ-વાયરલ ગોળી, પેક્સલોવિડનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. તે હળવા અને મધ્યમ કોરોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમમાં આપી શકાય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોનાની સારવાર માટે બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરની 'પેક્સલોવિડ' ગોળીની ભલામણ કરી છે. અગાઉ, remdesivir અને molanupiravirને મંજૂરી આપવામાં આવી ચૂકી છે. 
WHOએ શુક્રવારે જણાવ્યું હતું કે તે ફાઇઝરની એન્ટિ-વાયરલ ગોળી, પેક્સલોવિડનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. તે હળવા અને મધ્યમ કોરોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમમાં આપી શકાય છે. આ સાથે WHOએ ચેતવણી આપી છે કે કોરોના માટે દવાઓની ઉપલબ્ધતા અને કિંમતોમાં પારદર્શિતાનો અભાવ હજુ પણ મોટો પડકાર છે.  લોકોને સારવાર માટે ફરીથી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી શકે છે.
Paxlovid ટેબ્લેટએ Nirmetrelvir અને Ritonavir ગોળીઓનું મિશ્રણ છે. PaxLovidના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ ગોળીના સેવનથી કોરોના દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને 85 ટકા સુધી ઘટાડી શકાય છે.
WHOએ એમ પણ કહ્યું હતું કે ફાઈઝર બ્રાન્ડ-નામની દવાઓને સંસ્થાની પૂર્વ-લાયકાત ધરાવતી યાદીમાં સમાવેશ  કરવામાં આવશે.  તેમની જેનરિક દવાઓ હજુ પણ ગુણવત્તાના સ્ત્રોતોમાંથી ઉપલબ્ધ નથી. જેનરિક દવાઓ બ્રાન્ડ નેમ દવાઓના સમકક્ષ દવા હોઇ છે. જે બજારમાં ખૂબ ઓછી કિમતોમાં મળી શકે છે. આ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો માટે સારવારની સુવિધા આપે છે.
WHO જે યુએન હેઠળ કાર્ય કરે છે. તેણે કહ્યું છે કે ફાઇઝર અને દવાના પેટન્ટ પૂલ વચ્ચે ખૂબ જ મર્યાદિત લાઇસન્સિંગ કરાર છે. જેના કારણે ઘણા દેશો જેનરિક દવાઓનો લાભ મેળવી શકતા નથી. તેથી જ WHO ફાઈઝરને તેની કિંમતો અને લાઇસન્સિંગ નીતિને સરળ અને પારદર્શક બનાવવા ભારપૂર્વક ભલામણ કરે છે. જેથી જેનરિક દવા ઉત્પાદકો પણ આ દવાઓનું ઉત્પાદન કરી શકે અને લોકોને પોસાય તેવા દરે પ્રદાન કરી શકે.
Advertisement
Tags :
Advertisement

.

×