Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુવરાજસિંહના આરોપથી જુનિયર ક્લાર્કની પરીક્ષા પર તોળાતો ખતરો

આગામી 9 એપ્રિલના રોજ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પર ફરી એક વાર ગ્રહણ લાગ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરજાસિંહ જાડેજાએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારી ભરતીની પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડાતા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો અને તેમણે એમ પણ જણાવ્યું કે જુનિયર...
યુવરાજસિંહના આરોપથી જુનિયર ક્લાર્કની પરીક્ષા પર તોળાતો ખતરો
Advertisement
આગામી 9 એપ્રિલના રોજ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પર ફરી એક વાર ગ્રહણ લાગ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરજાસિંહ જાડેજાએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારી ભરતીની પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડાતા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો અને તેમણે એમ પણ જણાવ્યું કે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પણ 11 ડમી ઉમેદવારો બેસવાના છે. યુવરાજસિંહના આ ગંભીર આરોપથી રવિવારે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે કે કેમ તેની પર સવાલ ઉભો થયો છે.
પરીક્ષા આપનાર બીજા અને નોકરી મળનાર બીજા
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નવી મોડસ ઓપરેન્ડીસ અપનાવી છે. ડમી ઉમેદવારોની ઘટનાઓ સામે આવી છે.પરીક્ષા આપનાર બીજા અને નોકરી મળનાર બીજા છે. તેમણે કહ્યું કે ભાવનગરમાં આવી અનેક ઘટનાઓ મારી સામે આવી છે. ડમી ઉમેદવારોમાં ભાવનગરના અમુક વિસ્તારોના છે. તળાજા,શિહોર તાલુકાઓના ગામોમાં આવી ઘટનાઓ બની છે.
આગામી જૂનિયર ક્લાર્કની પરીક્ષા 11 ડમી ઉમેદવાર આપવાના છે
11 લાખ રૂપિયા લઈને ડમી ઉમેદવાર બેસાડાય છે છે અને ડમીકાંડમાં શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો સામેલ છે. તેમણે વધુ ગંભીર આરોપ લગાવ્યો કે આગામી જૂનિયર ક્લાર્કની પરીક્ષા 11 ડમી ઉમેદવાર આપવાના છે અને ભરતી બોર્ડને ડમી ઉમેદવારની માહિતી આપીશું.
જુનિયર ક્લાર્કની પરીક્ષા પર સંકટ
જો આગામી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 11 ડમી ઉમેદવારો બેસવાના હોય તેવી માહિતી યુવરાજસિંહ પાસે હોય તો તે ખુબ ગંભીર બાબત છે અને સરકાર જો માહિતી વેરીફાઇ કરે તો સચોટ માહિતી બહાર આવી શકે છે. એક વાર તો જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરાઇ હતી અને આ કેસમાં 16 આરોપીની ધરપકડ કરાઇ હતી.
તપાસમાં સહકાર માટે અમે તૈયાર છીએ
યુવરાજસિંહે કહ્યું કે અમે જાગૃત નાગરિક તરીકે અને નૈતિક ફરજના ભાગરૂપે આ તમામ ઘટના ઉજાગર કરવાનો પ્રયત્નો આધાર પુરાવા સાથે કરી રહ્યા છીએ. અમારી માહિતી સિમિત પણ હોઈ શકે છે અને અન્ય વિસ્તારો, સમાજો પણ આ રીતે ગેરરીતિ કરતા હોઈ શકે છે પણ જ્યાં જ્યાં આ થતું હોય ત્યાં સામે લાવવાનું કામ સરકારનું છે. જોઈએ એટલી માહિતી પહોંચાડવા અને તપાસમાં સહકાર માટે અમે તૈયાર છીએ.
જુનિયર ક્લાર્ક એમાં કોઈ ડમી ના બેસે એ પણ સરકારે જોવું પડશે
તેમણે કહ્યું કે આવનારી મોટી પરીક્ષાઓ જેવી કે જુનિયર ક્લાર્ક એમાં કોઈ ડમી ના બેસે એ પણ સરકારે જોવું પડશે. ગમે તેમ કરીને આવી બેઈમાનીથી સરકારે ગુજરાતને બચાવવું જ રહ્યું. ડમી ઉમેદવારોના કૌભાંડમાં શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક લોકો પણ જોડાયેલા છે.
Advertisement

.

×