ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BAPS : પૂજ્ય સંત ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીને જુલાઈ-2025 માં USA નાં વિવિધ રાજ્ય-શહેરોનાં શાસકો દ્વારા સન્માનિત કરાયા

ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીએ વિશ્વભરમાં પોતાના ઉપદેશોથી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે અને સાચું માર્ગદર્શન આપ્યું છે.
05:10 PM Jul 31, 2025 IST | Vipul Sen
ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીએ વિશ્વભરમાં પોતાના ઉપદેશોથી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે અને સાચું માર્ગદર્શન આપ્યું છે.
Dr. Gyanvatsaldas Swami_Gujarat_first main
  1. BAPS નાં વિદ્વાન સંત પૂ. ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામી (Dr. Gnanvatsaldas Swami) પ્રભાવશાળી ઉપદેશો માટે વિશ્વવિખ્યાત છે
  2. પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીએ વિશ્વભરમાં પોતાના ઉપદેશોથી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે અને સાચું માર્ગદર્શન આપ્યું
  3. જુલાઈ-2025 માં USA નાં વિવિધ રાજ્ય-શહેરોનાં શાસકો દ્વારા પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીને સન્માનિત કરાયા

BAPS સ્વામિનારાયણ સંસ્થાનાં (BAPS Swaminarayan Sanstha) વિદ્વાન સંત પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામી (Dr. Gnanvatsaldas Swami) તેમના પ્રભાવશાળી ઉપદેશો માટે વિશ્વવિખ્યાત છે. તેમણે વિશ્વભરમાં પોતાના ઉપદેશોથી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે અને સાચું માર્ગદર્શન આપ્યું છે. ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીએ ભારત સહિત વિવિધ દેશોમાં શ્રેણીબદ્ધ સેમિનાર કર્યા છે, જેમાં પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીએ 'અલગ વિચારો-અલગ બનો-અલગ સફળતા મેળવો', 'એટીટ્યૂડ ફેક્ટર', 'સેવા એ જીવન છે' અને 'મારું કુટુંબ, સુખી કુટુંબ' જેવા વિવિધ વિષયો પર વાત કરી છે. જુલાઈ, 2025 દરમિયાન પૂજ્ય સંત ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીને અમેરિકાનાં વિવિધ રાજ્ય તથા શહેરોનાં શાસકો દ્વારા સન્માનિત (USA Governments Honoured Dr. Gnanvatsaldas Swami) કરવામાં આવ્યા.

આ પણ વાંચો -Junagadh : ભવનાથ મંદિરનાં મહંતની મુદ્દત કાલે થશે પૂર્ણ, ગુરૂ-શિષ્યની પરંપરા મુજબ નિમણૂક થાય તેવી માગ

1. યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સની કોંગ્રેસનલ માન્યતા દ્વારા - "આત્મિક વિકાસ માટેની અસાધારણ સેવા માટે" – કોંગ્રેસનાં સભ્ય માન. સુહાસ સુબ્રમણિયમ દ્વારા.

2. ડેલાવેર રાજ્યનાં ગવર્નર મૅથ્યુ મેયર દ્વારા જાહેરનામું – "લોકોનાં અંગત અને વ્યાવસાયિક જીવનને સુધારવા માટે પ્રાયોગિક માર્ગદર્શન આપવા બદલ."

3. ન્યુ-જર્સી રાજ્યનાં સેનેટર પેટ્રિક ડાઈગનેન દ્વારા જાહેરનામું – "શાશ્વત મૂલ્યોના સમર્પિત દૂત તરીકેની ભૂમિકા માટે."

4. મેસેચ્યુસેટ્સનાં હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સનાં સ્પીકર રોનાલ્ડ મેરિયાનો તથા સ્ટેટ રિપ્રેઝેન્ટેટિવ રૉડની એલિયટ દ્વારા – "માનવતાનાં કલ્યાણ અને સૌહાર્દ માટેનાં અદ્વિતીય યોગદાન બદલ."

5. વર્જિનિયા સેનેટનાં અભિનંદન પાઠવતા સેનેટર કન્નન શ્રીનિવાસન દ્વારા – "સમાજ સેવા માટેનાં નિષ્ઠાપૂર્વકનાં યોગદાન બદલ."

6. સેનેટર જે. ડી. “ડૅની” ડિગ્સ દ્વારા – "સમાજમાં સકારાત્મક ફેરફાર લાવવાની પ્રતિબદ્ધતા અને નિષ્ઠા બદલ."

7. મેયર ડેનિયલ રૌર્ક લોઅલ શહેર, મેસેચ્યુસેટ્સ, સીટેશન દ્વારા – "વિશિષ્ટ વિચારોનાં માર્ગદર્શક તરીકે નોંધપાત્ર યોગદાન બદલ."

8. હેમ્પટન શહેરનાં મેયર જેમ્સ એ. ગ્રે જુનિયર દ્વારા – "વિશ્વભરમાં મન અને હ્રદયને સ્પર્શી ગયેલા વિચારશીલ વિચાર વિમર્શ બદલ."

9. ન્યૂપોર્ટ ન્યૂઝ, વર્જિનિયા શહેરનાં મેયર ફિલિપ જોન્સ દ્વારા જાહેરનામું – "જીવનમાં સુધારો લાવવા માટેનાં ઉલ્લેખનીય સેવા અને અડગ પ્રતિબદ્ધતા બદલ."

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ (Pramukh Swami Maharaj) અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના (Mahant Swami Maharaj) જીવન, કાર્ય અને બુદ્ધિમત્તામાંથી શીખીને, ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીએ (Dr. Gnanvatsaldas Swami) પોતાનાં વક્તવ્યથી લોકોને વ્યક્તિગત અખંડિતતા, કૌટુંબિક મૂલ્યો, નૈતિક નેતૃત્વ, સમુદાય સેવા અને વૈશ્વિક સંવાદિતા તરફ પ્રેરણા આપવામાં મદદ કરી છે.

આ પણ વાંચો -Dharmabhakti : અત્યંત લાભદાયી એવી પુત્રદા એકાદશી ક્યારે છે, શું છે તેનું માહાત્મ્ય ?

Tags :
BAPSDr. Gnanvatsaldas SwamiGUJARAT FIRST NEWSMahant Swami MaharajMatthew MeyerMayor Daniel RourkeMayor Phillip JonesPramukh Swami MaharajSenator J D. Danny DiggsSuhas SubramaniamSwaminarayan SansthaU.S. House Of Representativesunited states of AmericaUSA Governments Honoured Dr. Gnanvatsaldas Swami
Next Article