Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે મેડીકો - સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન

અમદાવાદમાં ભવ્યાતિભવ્ય રીતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના માટે ભવ્ય અને દિવ્ય પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ નગર માં દરરોજ વિવિધ વિષયો પર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં વિવિધ વિષયોના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે જે અંતર્ગત આજે 18 ડીસેમ્બરના રોજ સવારના સત્રમાં àª
પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે મેડીકો   સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન
Advertisement
અમદાવાદમાં ભવ્યાતિભવ્ય રીતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના માટે ભવ્ય અને દિવ્ય પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ નગર માં દરરોજ વિવિધ વિષયો પર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં વિવિધ વિષયોના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે જે અંતર્ગત આજે 18 ડીસેમ્બરના રોજ સવારના સત્રમાં પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે મેડીકો - સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન થયું હતું. જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વિચારો રજુ કર્યાં હતા.
મહાવીરસિંહ જાડેજા
“પ્રમુખસ્વામી મહારાજે ભાવનગરમાં 1990માં મારા ઘરે પધરામણી કરીને મને આશીર્વાદ આપ્યા હતા. આ નગરની મુલાકાત પછી મેનેજમેન્ટ શીખવા મળે છે.”
પૂ. જ્ઞાનવત્સલ સ્વામી,  BAPS
“પ્રમુખસ્વામી મહારાજે વિપત્તિઓમાં ધીરજ રાખીને, સકારાત્મક વલણ કેળવીને કાર્યો કર્યાં છે, પરિણામસ્વરૂપ BAPS સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં કન્સલટેટીવ સ્ટેટસ ધરાવે છે. પ્રમુખસ્વામી મહારાજની અસીમ શ્રદ્ધા અને ખંતને કારણે જ નિઝડન, લંડનમાં  અજાયબી સમું મંદિર શક્ય બન્યું.  જીવનમાં સકારાત્મક રહેવા અને સમતા કેળવવા સખત પુરુષાર્થની સાથે ભગવાન સર્વ-કર્તા છે તે સમજણ કેળવવી જોઈએ.”
  
ડો. મહાદેવભાઈ દેસાઇ
“હું પ્રમુખસ્વામી મહારાજના પ્રતાપે આજે શાકાહારી છું. ૪૦ વર્ષ પહેલાં જ્યારે હું તેમણે મળ્યો ત્યારે તેમણે મને શાકાહાર પર લેખ લખવા કહ્યું. મેં વિચાર્યું કે હું સંપૂર્ણ શાકાહારી બનીને જ આ વિષય પર લખી શકીશ. જીવમાત્ર પ્રત્યે કરુણા, અહિંસા, સાત્વિક ભોજન અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટે શાકાહાર અપનાવવો જોઈએ.
પૂ. બ્રહ્મવિહારી સ્વામી,  BAPS
“માનવ જીંદગી સાથે નિકટથી કાર્ય કરતાં આપ સૌને નગર સંયમની પ્રેરણા આપી શકે તેમ છે. પ્રમુખસ્વામી મહારાજે સમજાવ્યું કે અધ્યાત્મ  ઝંઝાવાત નથી, તે તો  પવનની હળવી લહેરખી જેવું હોવું જોઈએ, જેને માનવી સહજતાથી માણી શકે. પ્રમુખસ્વામી મહારાજે આધ્યાત્મિકતાની વ્યાખ્યા બદલી નાખી. તેમણે ૪૦ લાખ લોકોને વ્યસનમુક્ત કર્યા. તેમના પ્રેમે લોકોના જીવન બદલ્યા. જો તમારે પરિવર્તન લાવવું છે, તો તે પ્રેમથી આવશે. પ્રમુખસ્વામી મહારાજે પ્રત્યેક કાર્ય નિ:સ્વાર્થ પ્રેમ દ્વારા કર્યું. પોતાનાથી મહાન એવી શક્તિ અને ધ્યેયમાં વિશ્વાસ, સ્વનિયંત્રણ, અન્યો પ્રત્યે  શુભ-ભાવના અને કરુણા આપણા જીવનમાં શાંતિ લાવશે. જો તમે અન્યની સુખાકારી માટે પ્રયત્ન કરશો તો સુખ તમને શોધતું આવશે.”
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×