Bhavnagar: વલ્લભીપુર શહેરમાં માત્ર દિવસમાં 30 ગૌવંશના મોત, પશુ પ્રેમીઓમાં ભારે રોષ
- ગેરકાયદેસર ઢોરવાડો બનાવી 50 થી વધુ પશુઓને ભરવામાં આવ્યાં
- 50 માંથી 30 ગૌવંશનું મોત થયું હોવાનું જાણવા મળ્યું
- વલ્લભીપુરના પશુ પ્રેમીઓએ અહીની ખેડૂત સમિતિ પર રોષ
Bhavnagar: ભાવનગરના વલ્લભીપુરથી એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દુઃખની વાત એ છે કે, વલ્લભીપુર શહેરમાં માત્ર ત્રણ દિવસમાં 30 ગૌવંશના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યાં છે. જેને લઈને અત્યારે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે વલ્લભીપુર શહેરમાં ગેરકાયદેસર ઢોરવાડો બનાવી 50 થી વધુ ઢોરને પૂરવામાં આવ્યાં હતાં. જેમાંથી 30 ગૌવંશનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad: ખ્યાતિ હજી કેટલા નિર્દોષ લોકોનો જીવ લેશે? વધુ એક 72 વર્ષીય દર્દીનું મોત
50 થી વધુ ઢોર પુરવામાં આવતા 30થી વધુ ઢોરના મોત
આ મામલે વધારે વિગતે વાત કરવામાં આવે તો, 20 બાય 20 ની ગેરકાયદે જગ્યામાં એક સાથે 50 થી વધુ ઢોર પુરવામાં આવતા 30થી વધુ ઢોરના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. વલ્લભીપુર શહેરમાં બની બેઠેલી ખેડૂત સમિતિ દ્વારા ખાનગી જગ્યામાં ગૌ વંશ ભરવામાં આવે છે. નોંધનીય છે કે, ઉપરા છાપરી ગૌવંશને નાની એવી જગ્યામાં ગોંધી દેતા પશુઓના મોત થઈ રહ્યા છે. જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Rajkot: યુવકે ઘરે જઈને મહિલા પર ફેંક્યું એસિડ, સોખડા ગામમાં બની હિચકારી ઘટના
‘ખેડૂત સમિતિ ગાયોની રક્ષક છે કે ભક્ષક?’ લોકો ભડક્યાં
નોંધનીય છે કે, આ મામલે વલ્લભીપુરના પશુ પ્રેમીઓએ અહીની ખેડૂત સમિતિ પર રોષ વ્યકત કર્યો છે. ‘ખેડૂત સમિતિ ગાયોની રક્ષક છે કે ભક્ષક?’ તેવા પ્રશ્નો પણ હાલ અહીના સ્થાનિક લોકો અને ગૌપ્રેમીઓ ઉઠાવી રહ્યા છે. ખેડૂત સમિતિ દ્વારા મૃત પશુઓ લેવાની પણ તસ્દી ન લેતા શહેરમાં ઠેર ઠેર રોગચાળો ફેલાવાની શક્યતાઓ વર્તાઈ રહીં છે. આખરે ગૌવંશને આવી રીતે શા માટે રાખવામાં આવી? એક બે નહીં પરંતુ 30 ગૌવંશના મોત થયાં છે, તેમ છતાં તંત્રની આંખો કે ખુલતી નથી? સ્થાનિકો અત્યારે ખુબ જ રોષે ભરાયા છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો