ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar : 100 થી વધુ કારનાં કાફલા સાથે 2 હજારથી વધુ પાટીદાર સુરતથી કાળાતળાવ ગામ પહોંચ્યા

સુરતમાં પાટીદારોની સંકલન મિટિંગમાં 2000 થી વધુ પાટીદારો જોડાયા હતા અને મોટી સંખ્યામાં પાટીદારો ભાવનગર પહોંચ્યા છે.
07:01 PM Aug 08, 2025 IST | Vipul Sen
સુરતમાં પાટીદારોની સંકલન મિટિંગમાં 2000 થી વધુ પાટીદારો જોડાયા હતા અને મોટી સંખ્યામાં પાટીદારો ભાવનગર પહોંચ્યા છે.
BhavnagarPatidar_gujarat_first
  1. Bhavnagar નાં કાળાતળાવમાં ખેડૂત પર હુમલાનાં પડઘા
  2. સુરતમાં મોટી સંખ્યામાં પાટીદારોની સંકલન મિટિંગ મળી
  3. 2000 થી વધુ પાટીદારો સંકલન મિટિંગમાં જોડાયા
  4. 100 થી વધુ કારનાં કાફલા સાથે પાટીદારો ભાવનગર પહોંચ્યા

Bhavnagar : વલભીપુરમાં કાળાતળાવમાં પાટીદાર વૃદ્ધ ખૂડેત પર કેટલાક લુખ્ખાતત્વો દ્વારા લાકડી વડે હુમલો (Attack on Patidar Farmar) કરવામાં આવ્યો હતો. વરસાદમાં ખેતરનો પાળો તૂટી જતા માટી ભરતા અને વાડીનાં શેઢા બાબતે ઝઘડો થતાં વૃદ્ધ ખેડૂતને માર મારવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વલભીપુર પોલીસની (Valabhipur Police) ટીમે તપાસ હાથ ધરી છે. પરંતુ, બીજી તરફ આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ઘટનાનાં પડઘા સુરતમાં (Surat) પડ્યા છે. સુરતમાં પાટીદારોની સંકલન મિટિંગ મળી હતી, જેમાં 2000 થી વધુ પાટીદારો જોડાયા હતા અને મોટી સંખ્યામાં પાટીદારો ભાવનગરનાં કાળાતળાવ ગામ પહોંચ્યા છે.

આ પણ વાંચો - Jamnagar : સ્ટેન્ડિંગ કમિટી કેવી છે ? 40% વાળી છે ? ના સમજાયું? વાંચો અહેવાલ

સુરતમાં મોટી સંખ્યામાં પાટીદારોની સંકલન બેઠક મળી

ભાવનગર જિલ્લાનાં (Bhavnagar) વલભીપુર તાલુકાનાં કાળાતળાવ ગામ (Kalatalav Village) ખાતે વરસાદમાં ખેતરનો પાળો તૂટી જતા માટી ભરતા અને વાડીનાં શેઢા બાબતે ઝઘડો થતાં વૃદ્ધ પાટીદાર ખેડૂત અરજણભાઈ દિયોરા પર 3 જેટલા લુખ્ખા તત્વોએ અપશબ્દો બોલી લાકડી સહિતનાં હથિયાર વડે માર માર્યો હતો. આ અંગે ફરિયાદ થતાં વલભીપુર પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, પાટીદાર વૃદ્ધ ખેડૂત પર હુમલાનો (Attack on Patidar Farmar) વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં આ ઘટનાનાં પડઘા હવે સુરતમાં પડ્યા છે. એક દિવસ પહેલા બનેલી આ ઘટનાને લઈ આજે સુરતમાં પાટીદાર સેવા સંઘ દ્વારા સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા.

આ પણ વાંચો - Gondal : પાલિકા પ્રમુખની ચેમ્બર સામે AAP પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખૂંટ ઉપવાસ પર બેઠા

100 થી વધુ કારનાં કાફલા સાથે પાટીદારો Bhavnagar પહોંચ્યા

માહિતી અનુસાર, સમાજના અગ્રણીઓ સહિત 2000 થી વધુ પાટીદારો સંકલન બેઠકમાં જોડાયા હતા. બેઠક બાદ 100 થી વધુ કારનાં કાફલા સાથે મોટી સંખ્યામાં પાટીદારો ભાવનગરમાં (Patidar in Bhavnagar) કાળાતળાવ ગામ ખાતે પહોંચ્યા છે. તાજેતરની માહિતી મુજબ, આજે સાંજે 5 વાગે કાળાગામ ખાતે પાટીદારોની જાહેરસભા યોજાઈ, જેમાં વૃદ્ધને માર મારનારા લુખ્ખા તત્વોની જલદી ઘરપકડ કરવામાં આવે અને તેમને કડક સજા કરવામાં આવે એવી માગ ઊઠી છે. આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોવાથી યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને તે માટે પણ જરૂરી પગલાં લેવા માગ કરી છે.

આ પણ વાંચો - Gujarat High Court : 6 વર્ષની કાયદાકીય લડાઈ બાદ 15000 ખેડૂતોને હાશકારો!

Tags :
Attack on Patidar FarmarBhavnagarCrime Newsgujaratfirst newsKalatalavPatidar Coordination MeetingPatidar in BhavnagarPatidar Seva SanghSurat Patidar SanghTop Gujarati NewsValabhipurValabhipur Policeviral video
Next Article