Bhavnagar : ખાણ ખનીજ વિભાગના આધિકારી-કર્મચારીઓની રેકી કરતા 3 ઝડપાયા
- Bhavnagar માં ખાણ ખનીજ વિભાગની રેકી કરતા 3 ઝડપાયા
- આરોપીઓ વોટ્સએપ ગ્રુપમાં વીડિયો અને ફોટા મોકલતા
- ખનીજ વિભાગનાં અધિકારી-કર્મચારીઓની માહિતી આપતા
- પોલીસ દ્વારા ત્રણ લોકોની ધરપકડ કરી વધુ પૂછપરછ કરાઈ
Bhavnagar : ખાણ ખનીજ વિભાગનાં (Mines and Minerals Department) અધિકારીઓ અને કર્મચારીઓની રેકી કરતા 3 ઇસમોની પોલીસ ધરપકડ કરી છે. આરોપીઓ રેકી કરીને તેમનાં ફોટા અને વીડિયો વોટ્સએપ ગ્રુપમાં મોકલતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપી ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછમાં મસમોટા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો - Junagadh : આલ્ફા હોસ્ટેલનાં માલિક, સંચાલક સામે આખરે કાર્યવાહી! PI ખુદ બન્યા ફરિયાદી
Bhavnagar માં ખાણ ખનીજ વિભાગની રેકી કરતા 3 ઝબ્બે
ભાવનગર જિલ્લામાં (Bhavnagar) પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ખાણ ખનીજ વિભાગના આધિકારી અને કર્મચારીઓની રેકી કરતા ત્રણ ઈસમોની પોલીસ ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, આ ત્રણેય આરોપીઓ દ્વારા ખાણ ખનીજ વિભાગનાં અધિકારી અને કર્મચારીઓની રેકી કરીને તેમના ફોટા અને વીડિયો વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવતા હતા અને અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી આપવામાં આવતી હતી.
આ પણ વાંચો - Rajkot : જિ. પં.નું સ્થળાંતર શાસકોને ફળી ગયું? લાખોનો ખર્ચ બતાવ્યાનો વિપક્ષી નેતાનો આરોપ
આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની સંભાવના
જો કે, આ અંગે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસે વોચ ગોઠવી ત્રણેય ઇસમને દબોચી લીધા છે. પોલીસે 3 આરોપીની પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓ ખાણ ખનીજ વિભાગના આધિકારી અને કર્મચારીઓની રેકી કેમ કરતા હતા ? આધિકારી અને કર્મચારીઓનાં ફોટા અને વીડિયો કોને મોકલતા હતા ? આ પાછળનો હેતું શું છે ? સહિતનાં પ્રશ્નોનાં જવાબ મેળવવા પોલીસ તપાસ તેજ કરી છે. આરોપીઓની પૂછપરછમાં મસમોટા ખુલાસા થવાની સંભાવના છે.
આ પણ વાંચો - Palanpur : થ્રી એલિવેટેડ બ્રિજમાં મસમોટી તિરાડ : ઈજ્જત બચાવવા યુદ્ધના ધોરણે રિપેરિંગ શરૂ


