Bhavnagar : પાણી ભરેલા ખાડામાં 3 માસૂમ બાળક પડ્યા, 2 નું મોત, 1 નો આબાદ બચાવ
- ભાવનગરના ઘોઘા વિસ્તારમાં પાણી ભરેલા ખાડામાં 3 બાળક ડૂબ્યા
- આડી સડક પાસે આવેલા ખાડામાં 3 બાળક પડ્યા, 2 નું મોત થયું
- સ્થાનિકો દ્વારા ખાડામાં ઉતરી એક બાળકને બચાવી લેવાયો
- પોલીસે મૃતદેહ PM અર્થે મોકલ્યા, બાળકનું રેસ્ક્યૂ કરી ઘોઘા CHC માં ખસેડાયો
Bhavnagar : ભાવનગરમાં આજે એક કરુણ ઘટના બની છે. ઘોઘા વિસ્તારમાં પાણી ભરેલા એક મોટા ખાડામાં 3 બાળક ડૂબ્યા હતા. 3 પૈકી 2 માસૂમનાં ડૂબી જતાં મોત નીપજ્યા છે. જ્યારે એક બાળકને સ્થાનિકો દ્વારા બચાવી લેવામાં આવ્યો છે. આ બનાવની જાણ ઘોઘા પોલીસને (Ghogha Police) થતાં ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બંને બાળકોનાં મૃતદેહ PM અર્થે ઘોઘા CHC હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Jamnagar : શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે વીજ કરંટ લાગતા યુવકનું મોત!
આડી સડક પાસે આવેલા ખાડામાં 3 બાળક પડ્યા, 2 નું મોત થયું
પ્રાપ્ત માહિતી અનસાર, ભાવનગરમાં (Bhavnagar) ઘોઘા વિસ્તારમાં આવેલી આડી સડક પાસે આવેલ પાણીના ટાકાની બાજુમાં પાણી ભરેલ એક મોટો ખાડો છે. આ ખાડમાં આજે 3 બાળકો ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા હતા અને બાળકોને બચાવવા પાણી ભરેલા ખાડામાં ઉતર્યા હતા. જો કે, પાણીમાં ડૂબી જવાથી બે માસૂમનાં મોત નીપજ્યા છે. જ્યારે, સ્થાનિકોએ એક બાળકને બચાવી લીધો હતો. ઘટનાની જાણ થતાં ઘોઘા પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી.
આ પણ વાંચો - VADODARA : લાંચિયા જોડે પકડદાવનો અંત, ACB ના હાથે બે અધિકારી લાગ્યા
આ ત્રણેય બાળકો દેવીપૂજક સમાજનાં હોવાની પ્રાથમિક માહિતી
પોલીસે (Ghogha Police) બંને બાળકોનાં મૃતદેહને પીએમ અર્થે ઘોઘા CHC હોસ્પિટલ (Ghogha CHC Hospital) મોકલ્યા છે. જો કે, બાળકો પાણી ભરેલા ખાડામાં કેવી રીતે પડ્યા તે હાલ જાણી શકાયું નથી. આ બાળકોની ચોક્કસ ઓળખ પણ સામે આવી નથી. પરંતુ, પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ કે આ ત્રણેય બાળકો દેવીપૂજક સમાજનાં છે. પોલીસે બાળકોનાં વાલીઓને સંપર્ક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Ambaji : આજથી અષાઢી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ, નવા સરપંચ સહિત ભક્તો મંદિરે પહોંચ્યા


