Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : નેપાળમાં ફસાયેલા ભાવનગરનાં 43 યાત્રિક સ્વદેશ પરત ફર્યા

સરકાર સામેનો યુવાનોનો વિરોધ હિંસક બની જતાં પ્રદર્શનકારીઓએ ઠેર ઠેર આગચંપી કરી હતી, જેથી પરિસ્થિતિઓ વધુ વણસી છે.
bhavnagar   નેપાળમાં ફસાયેલા ભાવનગરનાં 43 યાત્રિક સ્વદેશ પરત ફર્યા
Advertisement
  1. નેપાળમાં ફસાયેલા 43 યાત્રિક સલામત રીતે સ્વદેશ પરત ફર્યા (Bhavnagar)
  2. સોનાલી બોર્ડર થઈ ગોરખપુર પહોંચતા હાશકારો અનુભવ્યો
  3. યાત્રિકોએ વીડિયો બનાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો
  4. છેલ્લા 2 દિવસથી નેપાળમાં ફસાયા હતા ભાવનગરના યાત્રિકો

Bhavnagar : નેપાળમાં રાજકીય કટોકટી (Nepal Protests) વચ્ચે ત્યાં ફરવા ગયેલા કેટલાક ભારતીય નાગરિકો ફસાયા છે. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો નેપાળમાં રજાઓની મજા માણવા માટે ગયા હતા. પરંતુ, ત્યાં સરકાર સામેનો યુવાનોનો વિરોધ હિંસક બની જતાં પ્રદર્શનકારીઓએ ઠેર ઠેર આગચંપી કરી હતી, જેથી પરિસ્થિતિઓ વધુ વણસી છે. આથી, ત્યાં ફરવા ગયેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જો કે, હવે એક રાહતનાં સમાચાર આવ્યા છે. નેપાળમાં ફસાયેલા ભાવનગરનાં 43 યાત્રિક સલામત રીતે સ્વદેશ પરત ફર્યા છે.

આ પણ વાંચો - Nepal Protests : '200 પ્રવાસીઓને બહાર કાઢી પ્રદર્શનકારીઓએ ગૌશાળાને આગચંપી'!

Advertisement

નેપાળમાં વિરોધ હિંસક બનતા ભારત સહિત અનેક દેશનાં નાગરિકો ફસાયા

નેપાળમાં (Nepal) ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મામલે યુવાનો દ્વારા (GEN-Z) સરકાર સામે ઊગ્ર વિરોધ કરવામાં આવ્યો. જો કે, જોતા જ આ વિરોધ ખૂબ જ હિંસક બની ગયો. પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ ભવન, સિંઘા દરબાર અને પીએમ ઓલી સહિત નેતાઓના નિવાસસ્થાનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ પ્રદર્શનો હિંસક બનતા 21 લોકોનાં મોત અને 400 થી વધુ ઘાયલ થયા છે. હિંસક પ્રદર્શનોનાં કારણે ત્યાં ફરવા ગયેલા ભારત સહિત અન્ય દેશનાં નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. નાગરિકો દ્વારા પોતાનાં દેશ પાસે મદદની માગ કરાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રૂ.78.15 કરોડના વિકાસકાર્યોનું ઇ લોકાપર્ણ-ખાતમુહૂર્ત કર્યું

Bhavnagar નાં 43 નાગરિકો સલામત રીતે સ્વદેશ પરત ફર્યા

નેપાળની અજારકતા ભરી પરિસ્થિતિઓ વચ્ચે એક રાહતનાં સમાચાર આવ્યા છે. નેપાળમાં ફસાયેલા ભાવનગરનાં (Bhavnagar) 43 જેટલા નાગરિકો સલામત રીતે સ્વદેશ પરત ફર્યા છે. ભારતની સોનાલી બોર્ડર (Sonali Border) થઈ ગોરખપુર પહોંચતા તમામે રાહતનો શ્વાસ લીધો છે અને તેમના જીવમાં જીવ આવ્યો છે. યાત્રિકો દ્વારા વીડિયો બનાવીને ભારત સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. છેલ્લા 2 દિવસથી ભાવનગરનાં યાત્રિકો નેપાળમાં ફસાયા હતા. સહી-સલામત પરત ફરતા તમામ યાત્રિકોમાં ખુશીનો માહોલ છે. ત્યારે તેમનાં પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે.

આ પણ વાંચો - Rajkot : 12 વર્ષની બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર, કરી આ ખાસ વિનંતી!

Tags :
Advertisement

.

×