ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar : પાલીતાણામાં હીરાનું કારખાનું ચલાવતા વેપારીએ ઝેરી દવા ગટગટાવી, કારણ ચોંકાવનારું!

આ બનાવ અંગે માલૂમ થતાં સ્થાનિક પોલીસની (Palitana Police) ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.
04:03 PM Aug 14, 2025 IST | Vipul Sen
આ બનાવ અંગે માલૂમ થતાં સ્થાનિક પોલીસની (Palitana Police) ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.
Bhavnagar_Gujarat_first Main
  1. Bhavnagar જિલ્લાના પાલીતાણામાં હીરા વેપારી દ્વારા આપઘાતનો પ્રયાસ
  2. હીરા વેપારીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો
  3. વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી પગલુંભર્યું હોવાનાં પ્રાથમિક અહેવાલ
  4. લેણાના રૂપિયા પરત ન મળતા આર્થિક સંકળામણ અનુભવતા હતા!

Bhavnagar : ભાવનગર જિલ્લાના પાલીતાણામાં (Palitana) હીરાનું કારખાનું ચલાવતા હીરા વેપારીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. વેપારીને સારવાર અર્થે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ, હીરા વેપારી સારવાર હેઠળ છે. વ્યાજખોરોના ત્રાસથી હીરા વેપારીએ આવું પગલુંભર્યું હોવાની પ્રાથમિક માહિતી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Khyati Hospital કેસમાં ચાર્જફ્રેમ પહેલા આવ્યો નવો વળાંક; બે આરોપીની ડિસ્ચાર્જ અરજી

Bhavnagar નાં હીરા વેપારીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના પાલીતાણામાં દુલાભાઈ કાકડિયા હીરાનું કારખાનું ધરાવે છે. હીરા વેપારી દુલાભાઈ કાકડિયાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે જાણ થતાં નજીકનાં લોકો દ્વારા દુલાભાઈ કાકડિયાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. હાલ, તેઓ સારવાર હેઠળ છે. આ બનાવ અંગે માલૂમ થતાં સ્થાનિક પોલીસની (Palitana Police) ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Vadodara : પોલીસ કમિશનરનો ટુ વ્હીલરના વિક્રેતાઓ જોડે સંવાદ, નવા ગ્રાહકોને હેલ્મેટ આપવા સૂચન

વ્યાજનાં પૈસા ન ચૂકવતા અને લેણાનાં રૂપિયા ન મળતા આર્થિક સંકટમાં ફસાયા!

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, વ્યાજનાં પૈસા સમયસર નહિં ચૂકવતા અને બાકી રહેલા અન્ય વ્યકિતઓ પાસેથી લેણાનાં રૂપિયા નહિં મળતા દુલાભાઈ આર્થિક સંકળામણથી ઝઝૂમી રહ્યા હતા. વ્યાજખોરો દ્વારા સતત ઉઘરાણી થતાં અને ધાક-ધમકી મળતા આખરે કંટાળીને હીરા વેપારી દુલાભાઈ કાકડિયાએ ઝેરી દવા પી જીવન ટુંકાવવાનો નિર્ણય કર્યો હતો. જો કે, આ મામલે હજું પણ પોલીસ તપાસ ચાલુ છે. આપઘાત પાછળની સાચી હકીકત જાણવા પોલીસે કવાયત તેજ કરી છે.

આ પણ વાંચો - Vadodara : તહેવાર પહેલા રોડ પરના દબાણો દુર કરવા પાલિકા અને પોલીસનું સંયુક્ત ઓપરેશન

Tags :
BhavnagarBhavnagar Crime Newsdiamond merchantgujaratfirst newsPalitanaPalitana policeTop Gujarati News
Next Article