Bhavnagar : જેસર પંથકમાં ખેડૂતે ખાતર ખરીદ્યું, પરંતુ ઘરે આવીને થેલીમાં જોતા ચોંકી ઉઠ્યા!
- ખેડૂતો ખાતરની થેલીઓ ખરીદતા પહેલા સાવધાન રહેજો! (Bhavnagar)
- ભાવનગરનાં જેસર પંથકમાં ખેડૂતને કડવો અનુભવ થયો
- જુના સનાળા ગામનાં ખેડૂતે ખરીદેલી ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા
- ખેડૂત અરવિંદભાઈ વાઘેલાએ ત્રિશુલ કંપનીનું ખાતર ખરીદ્યું હતું
Bhavnagar : ખાતરની ખરીદી કરતા ખેડૂતો માટે એક ચોંકાવનારી ઘટના ભાવનગરમાંથી સામે આવી છે. અહીં, જેસર પંથકમાં એક ખેડૂતને કડવો અનુભવ થયો છે. જુના સનાળા ગામનાં (Juna Sanala village) ખેડૂતે ખાતરની થેલીની ખરીદી કરી હતી. જો કે ઘરે આવીને તપાસ કરતા થેલીમાંથી પથ્થર નીકળ્યા હતા. આ મામલે ખેડૂતે જિલ્લા ફર્ટિકઈઝર અધિકારીને ફરિયાદ કરી હતી. જે બાદ ખાતરનાં સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલાયા છે.
આ પણ વાંચો - Rajkot LokMela : ચકડોળે ચડેલા લોકમેળાને લઈ મોટા સમાચાર, રાઇડ્સ સંચાલકોને મોટી રાહત!
Bhavnagar તગારામાં મૂકો...ત્યારે ખબર પડે કે આ તો ખડ ખડ ખખડે છે...!
ભાવનગરના જેસર પંથકના જુના સનાળા ગામના ધરતીપુત્ર અરવિંદભાઈ વાઘેલાનો આરોપ
ત્રિશુલ કંપનીના ખાતરમાંથી પથ્થર જેવો પદાર્થ નીકળ્યો હોવાનો આરોપ
ખેડૂતની ફરિયાદના આધારે ફર્ટિલાઈઝર અધિકારીએ ખાતરના સેમ્પલ લીધા#Bhavnagar… pic.twitter.com/oNiC4tZqht— Gujarat First (@GujaratFirst) July 18, 2025
જુના સનાળા ગામનાં ખેડૂતે ખરીદેલી ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા
આરોપ અનુસાર, ભાવનગરનાં (Bhavnagar) જેસર પંથકમાં આવેલા જુના સનાળા ગામના ખેડૂત અરવિંદભાઈ વાઘેલાએ ત્રિશુલ કંપનીનું (Trishul Fertilizer Company) ખાતર ખરીદ્યું હતું. જો કે, ઘરે આવીને તપાસ કરતા ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા હતા. આ પથ્થરને 24 કલાક પાણીમાં રાખ્યા છતાં ઓગળ્યા નહોતા. થેલીમાંથી ખાતરની જગ્યાએ પથ્થર નીકળતા ખેડૂતને કડવો અનુભવ થયો હતો.
આ પણ વાંચો - Sabar Dairy : પશુપાલકોના વિરોધ વચ્ચે નિયામક મંડળની બેઠક, સાંસદ, ઈડર MLA, મહામંત્રી, આગેવાનો સાથે ચર્ચા
તપાસ માટે ખાતરનાં સેમ્પલ લેબમાં મોકલાયા
આ મામલે ખેડૂત અરવિંદભાઈ વાઘેલાએ જિલ્લા ફર્ટિકઈઝર અધિકારીને (District Fertilizer Officer) ફરિયાદ કરી હતી. આથી, અધિકારી દ્વારા ખાતરની તપાસ માટે સેમ્પલ લઈને લેબમાં મોકલાયા છે. જો કે, આ ઘટના બાદ ખેડૂતોમાં ખાતર કંપની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ ખેડૂતોને વેચાણ થતા ખાતરની ગુણવત્તા પર પણ ગંભીર સવાલો ઊઠી રહ્યા છે.
આ પણ વાંચો - Shaktisinh Gohil : આરોપીઓને બચાવી લેવામાં પણ આ સરકાર મોખરે છે : શક્તિસિંહ ગોહિલ


