Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : જાણીતા ડોક્ટરે પોતાના જ દવાખાનામાં આપઘાત કરી લેતા ચકચાર

ભાવનગરમાં એક તબીબે પોતાના જ દવાખાનામાં આપઘાત કર્યો હોવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. કાળાનાળા વિસ્તારમાં રહેતા જાણીતા ENT ડૉ. રાજેશ રંગલાણીએ આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.જો કે, તબીબે આપઘાત ક્યા કારણોસર કર્યો તે હાલ જાણી શકાયું નથી.
bhavnagar   જાણીતા ડોક્ટરે પોતાના જ દવાખાનામાં આપઘાત કરી લેતા ચકચાર
Advertisement
  1. Bhavnagar માં ડૉક્ટરનો પોતાના જ દવાખાનામાં આપઘાત
  2. જાણીતા ENT ડૉ.રાજેશ રંગલાણીએ આપઘાત કર્યો
  3. કાળાનાળા વિસ્તારમાં સૂર્યદીપ કોમ્પ્લેક્સની ઘટના
  4. ડૉક્ટરનાં આપઘાતનું કારણ હાલ અકબંધ

Bhavnagar : ભાવનગરમાંથી ચોંકાવનારી ઘટનાનાં સમાચાર આવ્યા છે. એક તબીબે પોતાના જ દવાખાનામાં આપઘાત કર્યો હોવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. કાળાનાળા વિસ્તારમાં રહેતા જાણીતા ENT ડૉ. રાજેશ રંગલાણીએ (Dr. Rajesh Ranglani) આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. તબીબે આપઘાત ક્યા કારણોસર કર્યો તે હાલ જાણી શકાયું નથી.

આ પણ વાંચો - Vadodara માં ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની વિશાળ બાઈક રેલી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા

Advertisement

Bhavnagar માં તબીબનો પોતાનાં જ દવાખાનામાં આપઘાત

ભાવનગરમાં (Bhavnagar) વધુ એક તબીબે આત્મહત્યા કરી હોવાની ચકચારી ઘટના બની છે. માહિતી અનુસાર, કાળાનાળા વિસ્તારમાં સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં જાણીતા ENT ડૉ.રાજેશ રંગલાણીનું દવાખાનું આવેલું છે. ડૉ.રાજેશ રંગલાણીએ પોતાના જ દવાખાનામાં ઇન્જેકશન મારી જીવન ટૂંકાવ્યું હોવાની પ્રાથમિક માહિતી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે. જો કે, તબીબે કયાં કારણોસર જીવન ટુંકાવ્યું તે હાલ જાણી શકાયું નથી. પોલીસે આ દિશામાં સઘન તપાસ આદરી છે. આશાસ્પદ તબીબનાં મોતથી પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Accident : ડીસા-પાલનપુર હાઇવે પર ટ્રેલર ટ્રક પલ્ટાતાં બેની ઘટનાસ્થળે જ મોત, બે ઈજાગ્રસ્ત

તબીબનાં આપઘાતનું કારણ અકબંધ, ચોંકાવનારો ખુલાસો થવાની વકી

માહિતી અનુસાર, પોલીસે તબીબનો મૃતદેહ પીએમ અર્થે મોકલ્યો છે. ડૉ.રાજેશ રંગલાણીનાં અચાનક મોતથી તબીબ જગતમાં શોક વ્યાપો છે. હાલ, તબીબનાં આપઘાતનું કારણ અકબંધ છે. ડોક્ટરે આપઘાત કર્યો છે કે પછી તેમની હત્યા કરી આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાયો છે? તે દિશામાં પણ પોલીસે તપાસ આદરી છે. પોલીસની (Bhavnagar Police) તપાસમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે. હાલ, પોલીસે પરિવાર, સંબંધીઓ, દવાખાનાનો સ્ટાફ, મિત્ર સહિતનાં લોકોનાં નિવેદન લેવા, સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Jamnagar : સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સાંસદ પૂનમબેન માડમે કર્યું ભારતનું પ્રતિનિધિત્વ

Tags :
Advertisement

.

×