Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar Accident : મહુવા નજીક કારચાલકે બાઇકસવાર બે યુવકને ઊડાવ્યા, 32 વર્ષીય યુવાનનું મોત

બાઇક પર જતાં બે યુવકને પૂરપાટ ઝડપે આવતા કારચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આથી, બંને યુવક હવામાં ફંગોળાઈને પટકાયા હતા.
bhavnagar accident   મહુવા નજીક કારચાલકે બાઇકસવાર બે યુવકને ઊડાવ્યા  32 વર્ષીય યુવાનનું મોત
Advertisement
  1. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર બાઈક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત (Bhavnagar Accident)
  2. કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક આશાસ્પદ યુવાન મોતને ભેટ્યો
  3. 32 વર્ષીય ભગીરથભાઈ ભરતભાઈ સિયાતરનું અક્સમાતમાં કરૂણ મોત નીપજ્યું
  4. અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો

Bhavnagar : મહુવા નજીક સોમનાથ નેશનલ હાઇવે (Somnath National Highway) પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત 32 વર્ષીય આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. બાઇક પર જતાં બે યુવકને પૂરપાટ ઝડપે આવતા કારચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આથી, બંને યુવક હવામાં ફંગોળાઈને પટકાયા હતા. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો છે. આ મામલે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
 આ પણ વાંચો - Jamnagar : પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, મંત્રી રાઘવજી પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

Advertisement

પૂરપાટ ઝડપે આવતા કારચાલકે બાઇક પર જતાં બે યુવકને ઊડાવ્યા!

પ્રાથમિક માહિતી અનુસાર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે (Bhavnagar-Somnath National Highway) પર માઢિયા ગામ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. આ દુર્ઘટનામાં કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. પૂરપાટ ઝડપે આવતા કારચાલકે બાઇક પર જઈ રહેલા બે યુવકોને ઊડાવ્યા હતા. કારની ટક્કરથી બંને યુવક હવામાં ફંગોળાઈને પટકાયા હતા. આ ગોઝારા અકસ્માતમાં બાઇકસવાર 32 વર્ષીય ભગીરથભાઈ ભરતભાઈ સિયાતર (રહે. દેવ પ્રિયાગ સોસાયટી, દેવળીયા) નું ગંભીર ઇજાઓનાં કારણે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Devayat Khavad Controversy : બંને કારનાં માલિક દેવાયત ખવડ ન હોવાનો ખુલાસો! પત્નીની પૂછપરછ, ઘરની તપાસ

એકનું મોત, એક ગંભીર, Bhavnagar પોલીસે તપાસ આદરી

જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત અન્ય યુવક સુનિલ ચંદુભાઈ ભીલને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક ભગીરથભાઈ ભરતભાઈ સિયાતર મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - કડીના મણીપુર ગામમાં ખેલાયો ખુની ખેલ; બનેવીએ જ ધારિયાથી ઢાળી દીધું ઢીમ

Tags :
Advertisement

.

×