Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : આરોપીને પકડવા ગયેલી ઉમરાળા પોલીસ પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો!

ઘાયલ તમામ જવાનોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
bhavnagar   આરોપીને પકડવા ગયેલી ઉમરાળા પોલીસ પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો
Advertisement
  1. Bhavnagar ની ઉમરાળા પોલીસ પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો
  2. આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હથિયાર વડે હુમલો થયો
  3. ત્રણ પોલીસ જવાનો ઘાયલ થતા ખાનગી હોસ્પિટલ ખસેડાયા
  4. વિજયસિંહ નામના પોલીસ કર્મચારીની હાલત હાલ ગંભીર

Bhavnagar : ભાવનગરમાં ઉમરાળા પોલીસ પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો (Attack on Umrala Police Team) થયો હોવાની ચકચારી ઘટના બની છે. આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. આ બનાવમાં 3 પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. ઇજાગ્રસ્ત પોલીસ જવાનોને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. એક પોલીસકર્મીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હુમલો કરનારા આરોપીને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો - Vadodara : આરોપીઓને પોલીસ સ્ટેશનમાં VIP ટ્રિટમેન્ટ! વિશેષ રૂમ, બીડી, ઘર જેવી સુવિધા આપી!

Advertisement

Bhavnagar ની ઉમરાળા પોલીસ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો

ભાવનગર જિલ્લાના (Bhavnagar) ઉમરાળા ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ત્રણ પોલીસ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી એક પોલીસ કર્મચારી વિજયસિંહની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘાયલ તમામ જવાનોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - AAP MLA Chaitar Vasava ને હાઈકોર્ટે શરતોને આધીન આપ્યા જામીન

LCB, SOG સહિત પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

પ્રાથમિક માહિતી અનુસાર, ઉમરાળા પોલીસની ટીમ એક આરોપીને પકડવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે અચાનક પોલીસ ટીમ પર હુમલો કર્યો. આ હુમલામાં ત્રણ પોલીસ જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે. હુમલાની જાણ થતાં જ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ) સહિત પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આરોપીને ઝડપવા માટે તાત્કાલિક કવાયત શરૂ કરી દીધી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને આરોપીની શોધખોળ માટે વધુ તપાસ શરૂ કરી છે. ઉપરાંત, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે વધારાની ટીમોને પણ કામે લગાવી હોવાના પ્રાથમિક અહેવાલ છે.

આ પણ વાંચો - Vadodara : આંગડિયા પેઢીની કાર રોકી, રૂ. 50 લાખ ચાઉં કરનાર 2 પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી!

Tags :
Advertisement

.

×