Bhavnagar : માવઠાથી પાક નુકસાન, ત્રાપજ ગામે ખેડૂતોનો વિરોધ, આવેદનપત્ર પાઠવ્યું
- Bhavnagar માં માવઠાનાં કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન
- સહાયની માગ સાથે ખેડૂતો તળાજામાં એકઠા થયા
- તળાજા મામલતદારને આવેદન આપી રજૂઆત કરી
- સરવે કર્યા વિના તાત્કાલિક સહાય ચૂકવવા કરી માગ
- મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઇ આપ્યું આવેદન
- રજૂઆતમાં ખેડૂતોની સાથે પશુપાલકો પણ જોડાયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદનાં (Unseasonal Rains) કારણે ખેડૂતોનાં પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ત્યારે નુકસાન અંગે સરકાર સરવે ના કરે અને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે તેવી માગ સાથે તળાજા પંથકમાં (Talaja) મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. ખેડૂતો દ્વારા તળાજા મામલતદારને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં ખેડૂતોની સાથે પશુપાલકો પણ જોડાયા હતા. ખેડૂતો દ્વારા આજે ત્રાપજ ગામ પંચાયત કચેરી ખાતે એકઠા થઇ વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - CM Bhupendra Patel Orders : ત્રણ દિવસમાં ખેડૂતોની નુકશાનીનો રિપોર્ટ સબમીટ કરો
Bhavnagar, સરકાર સરવે કર્યા વિના તાત્કાલિક સહાય ચૂકવે તેવી ખેડૂતોની માગ
ભાવનગરમાં (Bhavnagar) કમોસમી વરસાદ થતાં ખેડૂતોનાં પાકને નુકસાન થયું છે. ત્યારે, માવઠાનાં કારણે થયેલા નુકસાન અંગે સરકાર સરવે ના કરે અને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે તેવી માગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. આ માગ સાથે આજે તળાજા પંથકમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. ખેડૂતો દ્વારા તળાજા મામલતદારને આવેદનપત્ર આપી સરકાર સરવે ન કરે અને સહાય ચૂકવે તેવી માગ કરાઈ હતી. તળાજા તાલુકના મોટી સંખ્યાનાં ખેડૂતો એકઠા થઇ સરકાર ઓનલાઈન સરવે બંધ કરે તે માટે આવેદનપત્ર આપ્યું હતું.
આ પણ વાંચો - Gandhinagar : જાણો પ્રભારીમંત્રી તરીકે કોણે મળી કયા જિલ્લાની જવાબદારી ? જુઓ લિસ્ટ
તળાજા મામલતદારને આવેદન આપી રજૂઆત કરી, ત્રાપજ ગામે વિરોધ
માહિતી અનુસાર, ખેડૂતોની સાથે પશુપાલકો પણ જોડાયા હતા અને સરકાર ઓનલાઈન સરવે (Online Survey) બંધ કરી તાત્કાલિક સહાય ચૂકવે તેવી માગ કરી હતી. તળાજાના ત્રાપજ ગામે (Trapaj Village) પાક નુકસાનીનો ખેડૂતો દ્વારા વિરોધ કરાયો હતો. આજે ત્રાપજ ગામ પંચાયત કચેરી ખાતે એકઠા થઇ ખેડૂતો અને પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો હતો અને જે ખેડૂતોને દેવું નથી તેમને મહત્તમ સહાય આપવામાં આવે તેવી માગ કરી હતી. પંચાયતનાં લેટરપેડ પર સરકારમાં લેખિત રજૂઆત કરાઈ છે.
આ પણ વાંચો - Surat : ખેડૂતોને દેવા મુક્ત કરી ફરી બેઠા કરો - વરાછા MLA કુમાર કાનાણીએ CMને પત્ર લખી કરી મજબૂત માંગણી


