Bhavnagar: ખેડૂતની જમીનમાં પોલીસ પ્રોટક્શન સાથે જેટકોની મનમાની, ખેડૂતો સાથે ગુલામ જેવો વ્યવહાર શા માટે?
- ખેડૂતની વેદનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- વળતર ચૂકવ્યા વગર ઈલેક્ટ્રીક લાઈન નાખવાનો ખેડૂતનો આરોપ
- ડુંગળી,લસણ,વળીયારીનો ઉભો પાક પોલીસની હાજરીમાં હટાવી દીધો
Bhavnagar: ભાવનગર જિલ્લામાં ખેડૂતો સાથે જેટકો કંપની દ્વારા કરવામાં આવતી તાનાશાહીનો વીડિયા અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અહીં ખેડૂતની માલિકીની જમીનમાં પોલીસ પ્રોટક્શન સાથે રાખીને જેટકો કંપની પોતાની મનમાની ચલાવી રહી છે. પ્રશ્ન એ થાય છે કે, શું ખેડૂતો જેટલો કંપનીના ગુલામ છે? જગતના તાત સાથે આવું વર્તન શા માટે કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની જમીન ખેડૂતોની પોતાની માલિકીની છે, તેના પર કોઈ કંપની કેવી રીતે મનમાની કરી શકે?
આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં કારની ખરીદી મામલે છેતરપિંડી આચરાનાર આરોપીની ધરપકડ
આ વીડિયો ભાવનગર તળાજા તાલુકાના ઠળિયા ગામનો છે
ખેડૂતની વેદનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ખેડૂતનો આરોપ છે કે વળતર ચૂકવ્યા વગર ખેડૂતનો પાક હટાવી દઈને જેટકો કંપની ઈલેક્ટ્રીક લાઈન નાખી રહી છે. ખેડૂત સાથે થઈ રહેલા દમનનો વીડિયો ભાવનગર તળાજા તાલુકાના ઠળિયા ગામનો છે. જેમાં મહા મહેનતે ઉગાવેલ ડુંગળી/લસણ/વળીયારીનો પાક જેટકો દ્વારા પોલીસને સાથે ઉભા રાખીને હટાવી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: લસકાણા Hit and Run કેસમાં મુખ્ય આરોપી આખરે ઝડપાયો, પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા!
નિયમ વિરુદ્ધ જેટકો કંપની ઇલેક્ટ્રિક લાઈન નાખી રહી છેઃ ખેડૂત
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઠળિયા ગામમાં 44 ખેડૂત ખાતેદાર છે જેમની પરવાનગી ન હોવા છતાં અને નિયમ વિરુદ્ધ જેટકો કંપની ઇલેક્ટ્રિક લાઈન નાખી રહી છે. આ બાબતે ખેડૂત સાથે વાત કરતા જણાવ્યું કે, આ અંગે કલેકટરને પણ ખેડૂતો દ્વારા રજૂઆત કરાઈ હતી. પરંતુ આમ છતાં જેટકો કંપની ખેડૂતોની ખેતીને નુકસાન કરીને ઇલેક્ટ્રીક લાઈન નાખી રહી છે. હવે સરકાર આની સામે એટલે કે જેટકો કંપની સામે કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું!


