ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar : પાલીતાણા-સોનગઢ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પીકઅપ વાન પલટી મારી

ઇજાગ્રસ્ત તમામ લોકોને પ્રથમ પાલીતાણા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
04:35 PM May 12, 2025 IST | Vipul Sen
ઇજાગ્રસ્ત તમામ લોકોને પ્રથમ પાલીતાણા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Bhavnagar_Gujarat_first main
  1. Bhavnagar નાં પાલીતાણા-સોનગઢ હાઇવે પર ગમખ્વાર અકસ્માત
  2. બોલેરો પીકઅપ વાન પલટી મારી, 6-7 લોકોને ઇજાઓ પહોંચી
  3. ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે પ્રથમ પાલીતાણા, પછી ભાવનગર લઈ જવાયા
  4. પાલીતાણાનાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા પણ સ્થળ પર દોડી આવ્યા

ભાવનગરનાં (Bhavnagar) પાલીતાણામાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. પાલીતાણા-સોનગઢ હાઇવે (Palitana-Songadh Highway) પર બોલેરો પીકઅપ વાન પલટી મારી હતા તેમાં સવાર 6-7 લોકોને ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત તમામ લોકોને પ્રથમ પાલીતાણા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પાલીતાણાનાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા (MLA Bhikhabhai Baraiya) પણ સ્થળ પર દોડી આવ્યા હતા. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad: ધોલેરા-ભાવનગર રોડ પર બે કાર વચ્ચે અકસ્માત થતા 3 ના મોત, 2 ઈજાગ્રસ્ત

બોલેરો પીકઅપ વાન પલટી મારી, 6-7 લોકોને ઇજાઓ પહોંચી

પ્રાપ્ત મહિતી અનુસાર, ભાવનગર જિલ્લાનાં (Bhavnagar) પાલીણાતામાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. પાલિતાણાથી સોનગઢ આવી રહેલું બોલેરો પીકઅપ વાહન પાલીતાણા-સોનગઢ હાઇવે (Palitana-Songadh Highway) પર અચાનક પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં વાનમાં સવાર 6-7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં પાલીતાણાનાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા અને સ્થાનિક પોલીસની ટીમ સ્થળ પર દોડી આવ્યા હતા.

આ પણ વાંચો - VADODARA : બાપોદમાં રાત્રે એક જ સમાજના બે જૂથ વચ્ચે ધીંગાણું

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ પાલીતાણા, પછી ભાવનગર લઈ જવાયા

માહિતી અનુસાર, અકસ્માતમાં ઇજાગ્રસ્ત તમામ લોકોને પાલીતાણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ (Bhavnagar's Sir.T. Hospital) ખસેડવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે હાલ અકસ્માતમાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. અકસ્માત થતાં હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.

આ પણ વાંચો - Gujarat Weather News : ગુજરાતમાં વરસાદ મામલે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Tags :
BhavnagarBhavnagar's Sir.T. HospitalBolero Pickup Van AccidentgujaratfirstnewsPalitanaPalitana MLA Bhikhabhai BaraiyaPalitana-Songadh Highwayroad accidentTop Gujarati New
Next Article