ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar : 3 મકાન, 1 રિક્ષામાં આગ લગાવવા મામલે 12 સામે ગુનો, 8 ની ધરપકડ

ભાવનગર શહેરનાં (Bhavnagar) રૂવાપરી રોડ વિસ્તારમાં 3 દિવસ પહેલા બે પરિવાર વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી.
05:59 PM Apr 11, 2025 IST | Vipul Sen
ભાવનગર શહેરનાં (Bhavnagar) રૂવાપરી રોડ વિસ્તારમાં 3 દિવસ પહેલા બે પરિવાર વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી.
Bhavnagar_Gujarat_first 4
  1. Bhavnagar માં રૂવાપરી રોડ મહાકાળી વસાહતમાં આગનો કેસ
  2. ત્રણ મકાન એક રિક્ષામાં આગ લગાડવામાં આવી હતી
  3. પોલીસે આગની ઘટનામાં 8 ઈસમોની ધરપકડ કરી છે
  4. જ્યારે 12 ઈસમો સામે નામજોગ ગુનો દાખલ કર્યો
  5. આરોપીઓએ સોડાની બોટલમાં જ્વલનશીલ પ્રવાહી ભરી આગ ચાંપી હોવાનો ખુલાસો

ભાવનગર શહેરનાં (Bhavnagar) રૂવાપરી રોડ પર મહાકાળી વસાહતમાં બે પરિવાર વચ્ચે થયેલી મારામારી બાદ 3 મકાન અને 1 રિક્ષામાં આગ ચાંપી દેવા મામલે મોટા સમાચાર આવ્યા છે. બી ડિવિઝન પોલીસ (B Division Police) દ્વારા 12 ઈસમ સામે નામ જોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે હેઠળ 8 ઇસમની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Bhavnagar : બે દિવસ પહેલા થયેલી મારામારીમાં એકનું સારવાર દરમિયાન મોત, વિસ્તારમાં ફરી હિંસા!

ત્રણ દિવસ પહેલા થયેલી મારામારીમાં ઇજાગ્રસ્ત બે પૈકી એકનું મોત થતાં આગ ચાંપી

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર શહેરનાં (Bhavnagar) રૂવાપરી રોડ વિસ્તારમાં 3 દિવસ પહેલા બે પરિવાર વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી, જેમાં બંને પરિવારનાં સભ્યો વચ્ચે મારામારી થતાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, બે પૈકી એક શખ્સનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે મહાકાળી વસાહતમાં ફરી ભારે બબાલ (Mahakali Colony Riot) થઈ હતી. કેટલાક લોકોએ ત્રણ જેટલાં મકાન અને એક રિક્ષામાં આગ ચાંપી તોડફોડ કરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો હતો.

આ પણ વાંચો - Ahmedabad:ખોખરા વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાં લાગી આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે, જુઓ વીડિયો

12 ઈસમ વિરુદ્ધ નામ જોગ ગુનો, 8 ની ધરપકડ કરાઈ

આ મામલે બી ડિવિઝન પોલીસ (B Division Police) દ્વારા કાર્યવાહી કરી 12 ઈસમ વિરુદ્ધ નામ જોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે હેઠળ આઠની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ અનુસાર, આરોપીઓએ સોડાની બોટલમાં જ્વલનશીલ પ્રવાહી ભરી આગ લગાડી હતી. જીવલેણ હુમલામાં નરીસભાઈ જાદવનું મોત થયું હતું. મોતનો બદલો લેવા માટે ફરિયાદી પક્ષે આગ લગાડી હોવાનો ખુલાસો થયો છે.

કોની સામે નોંધાઈ ફરિયાદ ?

> કરણ વાજા, વિજય વાજા, રવિ વેગડ
> જિતેશ રાઠોડ, હિતેશ વેગડ, વિશાલ ધરજિયા
> ડગી, કાળો ગફાર, પોપટ બાંભણિયા
> જિતેન્દ્ર, રાઠોડ, રાકેશ રાઠોડ, રોહન રાઠોડ

આ પણ વાંચો - Rajkot: કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી ધમકી, સર્ચ ઓપરેશન શરૂ

Tags :
ASP Ansul JainBhavnagarBhavnagar City PoliceCity DYSP SinghalCrime NewsGUJARAT FIRST NEWSRuwapari Road Mahakali Colony RiotTop Gujarati News
Next Article