Bhavnagar : અ'વાદ, અરવલ્લી બાદ ભાવનગરમાં સરકારી પાઠ્યપુસ્તકો ભંગારમાં અપાતા હોવાનું કૌભાંડ!
- અરવલ્લી, અમદાવાદ બાદ હવે ભાવનગરમાં પાઠ્યપુસ્તકો ભંગારમાં જતાં હોવાની ઘટના (Bhavnagar)
- બાતમીનાં આધારે AAP નાં કાર્યકરોએ કાર્યવાહી કરી, ટેમ્પોમાંથી પાઠ્યપુસ્તકો કાઢ્યા
- શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળા નં 42 માંથી ટેમ્પો ભરીને પાઠ્યપુસ્તકો લઈ જવાતા હોવાનો આરોપ
- રૂ. 15 કિલોનાં ભાવે પાઠ્યપુસ્તક વેચવાનું કૌભાંડ! આધારકાર્ડ, બેંક પાસબુક ની ઝેરોક્ષ પણ મળી
Bhavnagar : અરવલ્લી, અમદાવાદ બાદ હવે ભાવનગરમાંથી પ્રાથમિક શાળાનાં પાઠ્યપુસ્તકો ભંગારનાં ભાવે વેચાતા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીનાં (AAP) કાર્યકરોએ બાતમીનાં આધારે એક ટેમ્પોને રોકી તપાસ કરતા તેમાંથી પાઠ્યપુસ્તકો મળી આવ્યા હતા. શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળા નં 42 માંથી ટેમ્પો ભરીને પાઠ્યપુસ્તકો લઈ જવાતા હોવાનો આરોપ છે. 15 રૂપિયા કિલોનાં ભાવે આ પાઠ્યપુસ્તક વેચતા હોવાનો આક્ષેપ છે. પાઠ્યપુસ્તકની સાથે આધારકાર્ડ, બેંક પાસબુકની ઝેરોક્ષ પણ મળી આવી છે.
અરવલ્લી, અમદાવાદ બાદ ભાવનગરમાં પાઠ્યપુસ્તકો ભંગારમાં જતાં હોવાનું કૌભાંડ
ગુજરાતમાં શિક્ષણની સ્થિતિનો ચિતાર દર્શાવતી ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. અગાઉ અરવલ્લીનાં (Arvalli) માલપુરમાં ભંગારની દુકાનમાંથી ધોરણ 1-8 નાં સરકારી પાઠ્યપુસ્તકો મોટી સંખ્યામાં મળી આવ્યા હતા. ત્યાર બાદ થોડા દિવસ પહેલા અમદાવાદનાં (Ahmedabad) અસારવા વિસ્તારમાંથી (Asarwa) ધોરણ-5 નાં પુસ્તકો ભંગારમાં લઈ જતું ટ્રક ઝડપાયું હતું. ત્યારે, હવે ભાવનગરમાં (Bhavnagar) પ્રાથમિક શાળાનાં પાઠ્યપુસ્તકો ભંગારનાં ભાવે વેચાતા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે.
આ પણ વાંચો - Ahmedabad : અરવલ્લી બાદ અ'વાદમાં સરકારી પાઠ્યપુસ્તકો ભંગારમાં જતાં હોવાનો આક્ષેપ
પાઠ્યપુસ્તકો લઈ જતો ટેમ્પો ઝડપાયો, રૂ. 15 કિલોનાં ભાવે વેચવાનો હતો પ્લાન
પ્રાથમિક માહિતી અનુસાર, બાતમીનાં આધારે આમ આદમી પાર્ટીનાં (AAP) કેટલાક કાર્યકરોએ શંકાસ્પદ જણાતા એક ટેમ્પોને રોકી તપાસ કરી હતી. આરોપ છે કે શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળા નં 42 માંથી (Shaheed Bhagat Singh Primary School No. 42) ટેમ્પો ભરીને પાઠ્યપુસ્તકો ભંગાર માટે લઈ જવાતા હતા. ગરીબ બાળકો માટેનાં આ પાઠ્યપુસ્તકોને 15 રૂપિયા કિલોનાં ભાવે વેચવાનું કાવતરું હતું. જો કે, AAP નાં કાર્યકરોએ કાર્યવાહી કરીને ટેમ્પોમાંથી પાઠ્યપુસ્તકો કાઢ્યા હતા. કાર્યકરોએ આક્ષેપ કર્યો કે શાળાનાં આચાર્ય અને ભંગારવાળાની મિલીભગતથી ગરીબ બાળકો માટેનાં પાઠ્યપુસ્તકો વેચવાનું કાવતરું હતું. ટેમ્પોમાંથી પાઠ્યપુસ્તકની સાથે આધારકાર્ડ, બેંક પાસબુકની ઝેરોક્ષ પણ મળી આવી હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો - Surat : કતારગામમાં 19 વર્ષીય શિક્ષિકાનો આપઘાત, બ્લેક ફિલ્મવાળી ગાડીઓ સામે પોલીસની લાલ આંખ!
આ પાઠ્યપુસ્તકો જૂના છે : શાળા આચાર્ય
બીજી તરફ શાળાનાં આચાર્યએ લૂલો બચાવ કરતા કહ્યું કે, આ પાઠ્યપુસ્તકો જૂના છે. પરંતુ, AAP નાં કાર્યકરોએ બતાવ્યું કે પાઠ્યપુસ્તકો નવા જ છે અને બાળકોને આપવામાં ન આવ્યા હોય તેવા કોરા પાઠ્યપુસ્તકો મળી આવ્યા છે. હવે, આ મામલે શિક્ષણ વિભાગ (Gujarat Education Department) દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો - Sabarkantha : ભાવફેરનો વિવાદ વકર્યો, સાબર ડરીના ચેરમેન અને MD ને સહકાર મંત્રીએ ગાંધીનગર બોલાવાયા


