Bhavnagar: 31મી ડિસેમ્બરના અનુસંધાને રોરો ફેરી સર્વિસ શિપનું સઘન ચેકિંગ, જો પકડાયા તે ખેર નહીં!
- કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સઘન ચેકિંગ હાથ ધરાયુ
- 29 કાર અને 15 વાહન તેમજ 15 જેટલી લોડીંગ ટ્રકોનું પણ ચેકિંગ
- સમગ્ર શીપનું ડોગ સ્કોડ તેમજ બી ડી ડી એસ ટીમ દ્વારા ચેકિંગ
Bhavnagar: ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં અત્યારે નવા વર્ષ એટલે કે 2025ના સ્વાગત માટે ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં યુવાનો નવા વર્ષની ઉજવણી માટે પાર્ટીઓ કરતા હોય છે. જેથી ભાવનગર શહેરમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. નોંધનીય છે કે, 31મી ડિસેમ્બરના અનુસંધાને રોરો ફેરી સર્વિસ શિપનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. જો કોઈ પોલીસના હાથે લાગશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: Bhavnagar: ભાવનગર પોલીસને ખુલ્લો પડકાર! શહેરમાં અસમાજિક તત્વોએ મચાવ્યો ફરી આતંક
રોરો ફેરી સર્વિસ શિપનું સઘન ચેકિંગ હાથ ધરાયુ
ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સ્થાનિક પોલીસ સ્ટેશન ઘોઘા તેમજ પોર્ટ મરીન સાથે સંકલનમાં રહી રોરો ફેરી સર્વિસ શિપનું સઘન ચેકિંગ હાથ ધરાયુ છે. જેમાં ડોગ સ્કોડ તેમજ બી ડી ડી એસની ટીમ જોડાયેલી છે. ચેકિંગ દરમિયાન કુલ 29 જેટલી કાર અને 15 જેટલા વાહન ચાલકોનું તેમજ 15 જેટલી લોડીંગ ટ્રકોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. તેમજ સમગ્ર શીપનું ડોગ સ્કોડ તેમજ બી ડી ડી એસ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat: 31stને લઈ પોલીસ એક્શન મોડમાં, દારૂડિયાઓને પકડવા ગજબની ટેકનિક અપનાવી
શહેરમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધરી દીધું
આ સમગ્ર કામગીરી દરમિયાન એસઓજી પોલીસ, ઘોઘા પોલીસ પોર્ટ મરીન પોસ્ટ તેઓના કર્મચારીઓ પણ અત્યારે સઘન ચેકિંગ કરી રહ્યાં છે. 31 ડિસેમ્બરની તૈયારી અને ઉજવણીને લઈને અત્યારે પોલીસ શહેરમાં સઘન ચેકિંગ કરી રહી છે. એટલું જ નહીં પરંતુ પણ રાજ્યના અન્ય જિલ્લાઓમાં અને શહેરમાં પોલીસ સઘન ચેકિંગ કરી રહીં છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં પણ પોલીસે બંદોબસ્ત ગોઠવીને ચોક્કસ પ્લાન તૈયાર કરી નાખ્યો છે.
આ પણ વાંચો: Banaskantha: બનાસકાંઠામાં રૂપિયા માટે મડદાં ઉખેડ્યા, વડગામના વેપારીનું તરકટ જોઈ ચોંકી ઉઠશો


