Bhavnagar : જૈન સમાજનો સામૂહિક પારણા કાર્યક્રમ યોજાયો, તપસ્યા કરાનારા 531 તપસ્વીઓએ પારણા કર્યા
- Bhavnagar માં જૈન સમાજ દ્વારા સામૂહિક પારણાનો કાર્યક્રમ
- જવાહર મેદાન ખાતે જૈન સમાજ દ્વારા કાર્યક્રમ યોજાયો
- 531 તપસ્વીઓએ તપસ્યા કરી પારણા કરાવવામાં આવ્યા
- કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી હાજરી
- ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ હાજરી આપી
Bhavnagar : જવાહર મેદાન ખાતે જૈન સમાજ (Jain Samaj) દ્વારા સામૂહિક પારણાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 531 જેટલા તપસ્વીઓએ તપસ્યા કરી પારણા કરાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં જૈન સમાજનાં લોકો આ પારણા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તો સાથે જૈન સાધુ સાધ્વીજી ભગવંતોને નીશ્રામાં તમામ તપસ્વીઓને પારણા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) તેમ જ ભાજપના પ્રદેશ પ્રમુખ અને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે (C.R. Patil) પણ ખાસ હાજરી આપી હતી.
આ પણ વાંચો - Seventh Day School : આચાર્ય બદલાયા છતાં રોષ યથાવત, પૂર્વ વિદ્યાર્થી અને વાલીઓએ કહી આ વાત!
Bhavnagar માં 531 તપસ્વીઓએ તપસ્યા કરી પારણા કર્યાં
ભાવનગરમાં (Bhavnagar) જૈન સમાજ દ્વારા સામૂહિક પારણાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમ જ ભાજપના પ્રદેશ પ્રમુખ અને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, જૈન સમાજનાં (Jain Samaj) સાધુ-સાધ્વીજી ભગવંતો અને મોટી સંખ્યામાં સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તપસ્વીઓનાં પારણા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરાવવામાં આવ્યા હતા. સાથે જ રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહેરનાં રૂપાળી સર્કલ ખાતે આવેલ જિનાલય ખાતે તપસ્વીઓને પારણા માટે લીલી ઝંડી આપી હતી. મુખ્યમંત્રીએ 'મિચ્છામી દુક્કડમ' કહી તમામ તપસ્વીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ભાવનગરમાં જૈન સમાજ દ્વારા સામૂહિક પારણાનો કાર્યક્રમ
જવાહર મેદાન ખાતે જૈન સમાજ દ્વારા કાર્યક્રમ યોજાયો
531 તપસ્વીઓએ તપસ્યા કરી પારણા કરાવવામાં આવ્યા
મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો પારણામાં હાજર રહ્યા
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી હાજરી
ભાજપના પ્રદેશ પ્રમુખ… pic.twitter.com/qEHr4ik0Fc— Gujarat First (@GujaratFirst) August 29, 2025
આ પણ વાંચો - અસારવા વાયા હિંમતનગરથી કાનપુરની weekly special train શરૂ થશે,23 સપ્ટેમ્બરથી ટ્રેન સેવા શરૂ કરાશે!
CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ રહ્યા હાજર
માહિતી અનુસાર, શહેરનાં જવાહર મેદાન ખાતે જૈનાચાર્ય, સાધુ સાઘ્વીજીની હાજરીમાં 531 તપસ્વીઓએ તપસ્યા કરી પારણા કરાવવામાં આવ્યા હતા. CM ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) શાંતિનાથ જિનાલયમાં દર્શન કર્યા હતા અને ગુરુભગવંતોનાં આશીર્વાદ લીધા હતા. ત્યાર બાદ તપસ્વીઓને પારણા સ્થળ માટે લીલી ઝંડી આપી હતી.
આ પણ વાંચો - સુરતના Olpad માં પાવરગ્રિડ ટ્રાન્સમિશન લાઈનના વિરોધમાં ખેડૂતોનો રોષ : મોરથાન ગામે બેઠક, 31 ઓગસ્ટે કામરેજમાં મિટિંગ


