Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : MLA સામે ભ્રષ્ટાચારનાં આક્ષેપ કરવા બદલ જિલ્લા BJP પૂર્વ પ્રમુખને નોટિસ

સરપંચ સમારોહ દરમિયાન મુકેશ લંગાળીયાએ ધારાસભ્ય સામે ભ્રષ્ટાચારનાં આક્ષેપ કર્યા હતા.
bhavnagar   mla સામે ભ્રષ્ટાચારનાં આક્ષેપ કરવા બદલ જિલ્લા bjp પૂર્વ પ્રમુખને નોટિસ
Advertisement
  1. ભાવનગર જિલ્લામાં ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ! (Bhavnagar)
  2. MLA સામે ભ્રષ્ટાચારનાં આક્ષેપ બદલ શિસ્તભંગની નોટિસ
  3. ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળીયાને નોટિસ પાઠવવામાં આવી
  4. સરપંચ સમારોહ દરમિયાન ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા હતા

Bhavnagar : ભાવનગર જિલ્લામાં ભાજપનો (BJP) આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના ધારાસભ્ય સામે ભ્રષ્ટાચારનાં (Corruption) ગંભીર આરોપ કરનાર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળીયાને (Mukesh Langaliya) શિસ્તભંગની નોટિસ પાઠવવામાં આવી છે. સરપંચ સમારોહ દરમિયાન મુકેશ લંગાળીયાએ ધારાસભ્ય સામે ભ્રષ્ટાચારનાં આક્ષેપ કર્યા હતા.

આ પણ વાંચો -Junagadh : MLA ગોપાલ ઇટાલિયાનો 'એક્શન અવતાર'! ગ્રામજનો, ખેડૂતો, યુવાનોની સમસ્યા અંગે કરી રજૂઆત

Advertisement

સરપંચ સમારોહમાં MLA સામે ભ્રષ્ટાચારનાં આક્ષેપ કર્યા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર જિલ્લામાં ગઢડા વિધાનસભાનાં MLA શંભુનાથજી ટુંડિયા (Shambhunath Tundiya) સામે તેમના જ મતવિસ્તારમાં 37 ગામનાં સરપંચોનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઘારાસભ્ય વિરુદ્ધ સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા લેવાનાં ગંભીર આક્ષેપો જાહેર મંચ પરથી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળીયા દ્વારા કરવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો -Raj Thackeray : 'રાજ ઠાકરે રાષ્ટ્રની માફી માગે...', ગુજરાતભરમાં રોષ! નેતાઓની પ્રતિક્રિયા

ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળીયાને શિસ્તભંગની નોટિસ

આ ઘટના બાદ સંગઠનમાં ભારે ચકચાર મળી જવા પામી હતી. આ મામલે ભાવનગર જિલ્લા (Bhavnagar) ભાજપના વર્તમાન પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ (Digvijay Singh Gohil) દ્વારા પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે નોંધ લેવાતા જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા પ્રદેશની સૂચના અનુસાર મુકેશ લંગાળીયાને શિસ્તભંગની નોટિસ ફટકારવામાં આવી છે અને 7 દિવસમાં જવાબ આપવા સૂચન કરાયું છે.

આ પણ વાંચો - હવે તો હદ કરી! ગુજરાતીઓ વિશે રાજ ઠાકરેએ કહ્યું એવું કે થઇ રહ્યો છે જબરદસ્ત વિરોધ

Tags :
Advertisement

.

×