Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar: ‘તું મારી છોકરી સાથે કેમ વાત કરે છે’ કહી છોકરીના પિતાએ વિદ્યાર્થી પર કર્યો હુમલો

Bhavnagar: ભાવનગર શહેરમાં આવેલ OAJ ઇન્સ્ટિટયૂટમાં વિદ્યાર્થીને છરી મારવામાં આવી હોવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો CCTVમાં કેદ થયો હતો,
bhavnagar  ‘તું મારી છોકરી સાથે કેમ વાત કરે છે’ કહી છોકરીના પિતાએ વિદ્યાર્થી પર કર્યો હુમલો
Advertisement
  1. વિદ્યાર્થી યુવતી સાથે વાત કરતો હોવાથી યુવતીના પિતાએ મારી છરી
  2. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો
  3. હુમલો કરનાર જગદીશ રાછડની પોલીસે કરી અટકાયત

Bhavnagar: ભાવનગર શહેરમાં આવેલ OAJ ઇન્સ્ટિટયૂટમાં વિદ્યાર્થીને છરી મારવામાં આવી હોવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો CCTVમાં કેદ થયો હતો, જે વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ગઇકાલે બપોરના રી-નેટમાં અભ્યાસ કરતા કાર્તિક નામના વિદ્યાર્થીને ઇન્સ્ટિટયૂટમાં વાલી દ્વારા છરી મારવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વિદ્યાર્થીને ઇજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: તપાસમાં આરોપીઓને ફાયદો કરાવતી Gujarat Police ની સરકારી વકીલોએ પોલ ખોલી

Advertisement

વિદ્યાર્થી પર હુમલાના સીસીટીવી વીડિયો આવ્યા સામે

ખાસ કરીને વાત કરવામાં આવે તો, ઓઝ ઇન્સ્ટિટયૂટના કાઉન્સિલિંગ રૂમમાં બોલાવી શિક્ષકની હાજરીમાં વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો કરાયો હતો. વાત કંઈક એવી હતી કે, વિદ્યાર્થી કાર્તિક યુવતી સાથે ફોનમાં વાત કરતો હોવાને લઈને યુવતીના પિતાએ છરીના ઘા માર્યાં હતાં. પરંતુ પિતાએ આવી રીતે કાયદો હાથમાં લેવાની ક્યાં જરૂર હતી? યુવતીના પિતા જગદીશ રાછડએ, ‘તું મારી છોકરી સાથે કેમ વાત કરે છે’ કહી છરી વડે હુમલો કરી દીધો હતો.

Advertisement

આ પણ વાંચો: કોંગ્રેસનાં નેતા ગ્યાસુદ્દીન શેખ ભાન ભૂલ્યા! BJP નાં મુસ્લિમ ઉમેદવારોને ગણાવ્યાં ધર્મવિરોધી!

છરી વડે હુમલો કરનાર વ્યક્તિની વરતેજ પોલીસે અટકાયત કરી

અત્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બનાવને લઈ છરી વડે હુમલો કરનાર વ્યક્તિની વરતેજ પોલીસે અટકાયત કરી છે. નોંધનીય છે કે, વાત કરવા જેવી સામાન્ય બાબતે આવી રીતે ઉશ્કેરાઈ જવું જરાય યોગ્ય નથી તેવી લોકો ચર્ચાઓ કરી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે, શિક્ષકની હાજરીમાં જ વાલીએ વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરીને તેને ઘાયલ કરી દીધો હતો.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×