Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : પાનવાડી ચોકમાં ભયનો માહોલ! જાહેર માર્ગ પર તીક્ષ્ણ હથિયાર વડે 3-4 ઇસમોએ મારામારી કરી

આ ઘટના આજની હોવાનું જાણવા મળ્યું છે. જાહેર રોડ પર 3 થી 4 ઇસમો ઝઘડો કરતા નજરે પડે છે.
bhavnagar   પાનવાડી ચોકમાં ભયનો માહોલ  જાહેર માર્ગ પર તીક્ષ્ણ હથિયાર વડે 3 4 ઇસમોએ મારામારી કરી
Advertisement
  1. Bhavnagar માં તીક્ષ્ણ હથિયાર વડે જાહેરમાં મારામારીનો વીડિયો વાઇરલ
  2. હથિયાર વડે 3-4 ઇસમો જાહેર માર્ગ પર મારામારી કરી ઝઘડો કરતા હોવાનો વીડિયો
  3. પાનવાડી ચોકમાં થોડીવાર માટે ભયનું વાતાવરણ, એક ઇસમ લોહીલુહાણ થયો!
  4. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસની ટીમ પહોંચી અને ઇસમોની અટક કરી

Bhavnagar : ભાવનગર શહેરમાં ફરી એકવાર જાહેરમાં મારામારી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તીક્ષ્ણ હથિયાર સાથે મારામારી કરતા ઇસમોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ ઘટના આજની હોવાનું જાણવા મળ્યું છે. જાહેર રોડ પર 3 થી 4 ઇસમો ઝઘડો કરતા નજરે પડે છે. બનાવવા અંગે એ ડિવિઝન પોલીસને (A Division Police) જાણ કરવામાં આવતા પોલીસની ટીમ બનાવ સ્થળ પહોંચી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી. આ વાઇરલ વીડિયો અંગે ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો - VADODARA : 'લાંચ ના આપી એટલે ફાઇલ...', નાયબ મામલતદારથી પીડિત અરજદાર

Advertisement

Advertisement

હથિયાર વડે 3-4 ઇસમો જાહેર માર્ગ પર મારામારી કરી ઝઘડો કરતા હોવાનો વીડિયો

પ્રાથમિક માહિતી અનુસાર, ભાવનગર શહેરમાં (Bhavnagar) પાનવાડી ચોકમાં જાહેરમાં મારામારીની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વાઇરલ વીડિયોમાં (Viral Video) 3-4 ઇસમ તીક્ષ્ણ હથિયાર વડે મારમારી કરતા નજરે પડે છે. આજે પાનવાડી ચોકમાં જાહેર રોડ પર ત્રણથી ચાર ઈસમો ઝઘડો કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં એક ઈસમ હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈ ઝઘડો કરતો હોય અને લોહીલુહાણ હાલત પણ જોવા મળે છે. આથી, પાનવાડી ચોકમાં (Panwadi Chowk) થોડીવાર માટે ભયનું વાતાવરણ પણ ઊભું થયું હતું અને લોકોનાં ટોળા પણ એકઠ્ઠા થયા હતા.

આ પણ વાંચો - Gujarat Rain: હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી, NDRF-SDRFની 32 ટીમોને સ્ટેન્ડ બાય

પોલીસ ઝઘડો કરી રહેલા ઇસમોની અટક કરી

માહિતી મુજબ, આ બનાવવા અંગે એ ડિવિઝન પોલીસને (Bhavnagar A Division Police) જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસની ટીમ બનાવ સ્થળ પહોંચી હતી અને ઝઘડો કરી રહેલા ઈસમોને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, ઝઘડો કંઈ બાબતે થયો હતો, તે હાલ જાણી શકાતું નથી. આ વાઇરલ વીડિયો અંગે ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો - Rajkot: મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ વકર્યો, પી.ટી.જાડેજા સામે ફરિયાદ

Tags :
Advertisement

.

×