Bhavnagar: ભાવનગર રેન્જ IGનું સરપ્રાઈઝ ચેકિંગ, નિષ્ઠાવાન પોલીસ કર્મીની કામગીરીને બિરદાવી
- રેન્જ IGનો કારમાં બેસીને પસાર થયા તેનો વીડિયો સામે આવ્યો
- પોલીસ કર્મચારીઓની કડક કાર્યવાહીને રેન્જ IGએ બિરદાવી
- પોલીસની કામગીરીથી ખુશ થઈને રેન્જ IGએ આપ્યો પુરસ્કાર
- સમગ્ર ઘટના પોલીસ કર્મચારીના બોડી વોર્ન કેમેરામાં કેદ થઈ
Bhavnagar: ભાવનગર રેન્જ આઈ.જી.પી દ્વારા જિલ્લામાં સઘન કોમ્બિંગ નાઈટ પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ડિવિઝનના પોલીસ અધિકારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે કે નહીં તે અંગે ખુદ રેન્જ આઈ.જી દ્વારા પણ સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી. રેન્જ આઇ.જી.પી ગૌતમ પરમાર એક કારમાં બેસીને મોડી રાત્રે TOP૩ સર્કલ પાસેથી પસાર થાય છે જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે.
આ પણ વાંચો: Rajkot: વધુ એક સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયો, પ્રમાણપત્ર આપવા માંગી હતી લાંચ
સમગ્ર ઘટના પોલીસ કર્મચારીના બોડી વોર્ન કેમેરામાં કેદ થઈ
કારમાં બેસેલા રેન્જ IG ની કારને નાઈટ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસના કર્મચારીઓ ઉભા રાખે છે અને તેમની કારને પણ સીટબેલ્ટનો દંડ ભરવાનું કહે છે. જોકે બાદમાં પોલીસની કામગીરીથી ખુશ થઈને રેન્જ આઈ.જી ગૌતમ પરમાર ખાનગી કારમાંથી નીચે ઉતરે છે અને પોતાની ફરજ બજાવી રહેલા કર્મચારીઓને કડક કાર્યવાહી બદલ પુરસ્કાર સાથે રેન્જ આઈ.જી બિરદાવી રહ્યા છે. સમગ્ર ઘટના પોલીસ કર્મચારીના બોડી વોર્ન કેમેરામાં કેદ થઈ છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચો: પ્રજાના પ્રશ્નો માટે પૈસા નથી! તો પછી પ્રવાસના પૈસા ક્યાંથી આવ્યા? સ્થાનિકોએ ઠાલવ્યો રોષ
પોલીસની કામગીરીથી ખુશ થઈને રેન્જ IGએ આપ્યો પુરસ્કાર
નોંધનીય છે કે, ભાવનગર જિલ્લામાં અત્યારે સઘન કોમ્બિંગ નાઈટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન એક પોલીસ કર્મી દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ભાવનગર રેન્જ IGનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પોલીસ કર્મચારીઓની કડક કાર્યવાહીને રેન્જ IGએ બિરદાવી છે.
આ પણ વાંચો: Kutch: આમ આદમી પાર્ટીના નેતા નીકળ્યાં ED ના નકલી અધિકારી! શું લોકો પાર્ટી પર ભરોસો કરશે?