Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં રાવણ દહન કાર્યક્રમ, MLA જીતુ વાઘાણી, મંત્રી નિમુબેન બાંભણીયા હાજર રહ્યા

ચિત્રા માર્કેટિંગ યાર્ડ (Chitra Marketing Yard) ખાતે બજરંગ વિકાસ સમિતિ દ્વારા રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
bhavnagar   ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં રાવણ દહન કાર્યક્રમ  mla જીતુ વાઘાણી  મંત્રી નિમુબેન બાંભણીયા હાજર રહ્યા
Advertisement
  1. Bhavnagar માં ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજાયો
  2. બજરંગ વિકાસ સમિતિ દ્વારા રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરાયું
  3. ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 15 વર્ષથી કરાય છે રાવણ દહનનું આયોજન
  4. ધારાસભ્ય જીતુ વાઘાણી, મંત્રી નિમુબેન બાંભણીયા હાજર રહ્યા

Bhavnagar : આજે દેશભરમાં વિજયા દશમીની (Vijaya Dashami 2025) ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ રાજ્યોમાં રાવણ દહન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતનાં ભાવગનરમાં પણ રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ચિત્રા માર્કેટિંગ યાર્ડ (Chitra Marketing Yard) ખાતે બજરંગ વિકાસ સમિતિ દ્વારા રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય જીતુ વાઘાણી (Jitu Vaghani) અને મંત્રી નિમુબેન બાંભણીયા (Nimuben Bambhaniya) સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં રાવણ દહન કાર્યક્રમ યોજાય છે.

આ પણ વાંચો - Jamnagar : ખેડૂતનાં ગંભીર આક્ષેપ, કહ્યું- મારી મંજૂરી વિના ખેતરમાં..! ઓડિયો ક્લિપ વાઇરલ

Advertisement

Advertisement

Bhavnagar માં ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજાયો

ભાવનગરમાં (Bhavnagar) આજે વિજયા દશમીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે. ત્યારે, ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે આ વર્ષે પણ રાવણ દહનનો (Ravana Dahan 2025) ભવ્ય કાર્યક્રમ યોજાયો છે. બજરંગ વિકાસ સમિતિ (Bajrang Vikas Samiti) દ્વારા રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાવનગર પશ્ચિમનાં ધારાસભ્ય જીતુ વાઘાણી, મંત્રી નિમુબેન બાભણીયા તેમ જ સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. રાવણ દહન પહેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું.

આ પણ વાંચો - Rajkot : સોની બજારમાં 1 કરોડનાં સોનાની ચોરી કરનારી બંગાળી કારીગરની ટોળકી ઝડપાઈ

ધારાસભ્ય જીતુ વાઘાણી, મંત્રી નિમુબેન બાંભણીયા હાજર રહ્યા

ભાવનગરમાં રાવણ દહન કરી 'અસત્ય પર સત્યનો વિજય'નો સંદેશ આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા 15 વર્ષથી ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રાવણ દહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવનગરવાસીઓ જોડાયા હતા અને 'જય શ્રી રામ'નાં સૂત્રોચ્ચારથી આખું ચિત્રા માર્કેટિંગ યાર્ડ ગૂંજી ઊઠ્યું હતું.

આ પણ વાંચો - Junagadh : વરસાદથી ખેડૂતોના માથે કહેર, મગફળીનો પાક ફેઈલ

Tags :
Advertisement

.

×