Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : રોટરી ક્લબ-ભાવનગર વાયબ્રન્ટ દ્વારા સર્વાઇકલ કેન્સર જાગૃતિ સેમિનાર યોજાયો

આ સેમિનારનું સંચાલન જામનગરની પ્રસિદ્ધ ગાયનેકોલોજિસ્ટ તથા ઉત્સાહી રોટેરિયન ડૉ. કલ્પના ખાંઢેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
bhavnagar   રોટરી ક્લબ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા સર્વાઇકલ કેન્સર જાગૃતિ સેમિનાર યોજાયો
Advertisement
  1. રોટરી ક્લબ-Bhavnagar વાયબ્રન્ટ દ્વારા સર્વાઇકલ કેન્સર જાગૃતિ સેમિનાર યોજાયો
  2. મહારાણીશ્રી નંદકુંવરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સેમિનારનું આયોજન
  3. જામનગરની પ્રસિદ્ધ ગાયનેકોલોજિસ્ટ તથા ઉત્સાહી રોટેરિયન ડૉ. કલ્પના ખાંઢેરિયા દ્વારા સંચાલન
  4. ડૉ. કલ્પના ખાંઢેરિયાએ સર્વાઇકલ કેન્સરનાં કારણો, જોખમી પરિબળો સહિતની માહિતી આપી

Bhavnagar : રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ (Rotary Club of Bhavnagar Vibrant) દ્વારા 11 ઓગસ્ટ, 2025 ના રોજ મહારાણીશ્રી નંદકુંવરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સર્વાઇકલ કેન્સર જાગૃતિ સેમિનારનું (Cervical Cancer Awareness Seminar) આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનું સંચાલન જામનગરની પ્રસિદ્ધ ગાયનેકોલોજિસ્ટ તથા ઉત્સાહી રોટેરિયન ડૉ. કલ્પના ખાંઢેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Jamnagar : ગેરકાયદેસરનાં બાંધકામ સામે તંત્રની લાલ આંખ! વર્ષો જૂના દબાણો દૂર કરાયાં

Advertisement

Advertisement

ડૉ. કલ્પના ખાંઢેરિયાએ સર્વાઇકલ કેન્સરનાં જોખમી પરિબળો સહિતની માહિતી આપી

સર્વિકલ કેન્સર જાગૃતિ સેમિનારમાં રોટેરિયન ડૉ. કલ્પના ખાંઢેરિયા (Dr. Kalpana Khandheria) એ સર્વાઇકલ કેન્સરનાં (Cervical Cancer) કારણો અને જોખમકારક પરિબળો સમજાવ્યા હતા અને નિયમિત તપાસનાં મહત્ત્વ પર ભાર પણ મૂક્યો હતો. આ સાથે HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસી અંગે અગત્યની માહિતી પણ ડૉ. કલ્પના ખાંઢેરિયા એ આપી હતી.

આ પણ વાંચો - અમદાવાદ પ્લેન ક્રેશ: યુએસ વકીલે બ્લેક બોક્સના રિપોર્ટની કરી માગણી, દુર્ઘટના સ્થળની લીધી મુલાકાત

સેમિનારમાં Bhavnagar કોલેજની યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

આ સેમિનારમાં કોલેજની (Maharanishree Nandkunwarba Mahila Arts and Commerce College) યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને એવી જ્ઞાનપ્રદ માહિતી મેળવી જે તેમની તંદુરસ્તીનું રક્ષણ કરવામાં મદદરૂપ બનશે. તેમ જ અન્ય લોકોને જાગૃત કરવામાં સક્ષમ બનાવશે. આ જ્ઞાનવર્ધક સત્ર રોટરીનાં "Service Above Self" ના સંકલ્પને ઊજાગર કરતું હતું. અંતે, રોટરી ક્લબ ભાવનગર વાયબ્રન્ટની પ્રમુખ શ્રીમતી નમ્રિતા ચઢ્ઢા (Namrita Chadha) અને અન્ય રોટેરિયન્સ દ્વારા ડૉ. કલ્પના ખાંઢેરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Rajkot Tiranga Yatra : આવતીકાલે ભવ્ય તિરંગા યાત્રા, જાણો રૂટ સહિતની માહિતી

Tags :
Advertisement

.

×