Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : કંસારા પ્રોજેક્ટ હેઠળ રૂ. 55 કરોડનો ધુમાડો! રિવરફ્રન્ટની કેનાલોમાં ગંદકીનું સામ્રાજ્ય

શહેરનાં સિદસર રોડ પણ આવેલી આ કેનાલમાં પુષ્કળ માત્રામાં ઝાડી-ઝાંખરા થઇ ગયા છે.
bhavnagar   કંસારા પ્રોજેક્ટ હેઠળ રૂ  55 કરોડનો ધુમાડો  રિવરફ્રન્ટની કેનાલોમાં ગંદકીનું સામ્રાજ્ય
Advertisement
  1. ભાવનગરનાં (Bhavnagar) કંસારા પ્રોજેક્ટમાં કેનાલની જાળવણીનો અભાવ
  2. રિવરફ્રન્ટની કામગીરી તો થઈ, પરંતુ કેનાલની જાળવણીનો અભાવ
  3. કંસારા પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 55 કરોડનાં ખર્ચે રિવરફ્રન્ટની કામગીરી
  4. વર્ષ 2020 થી કંસારા પ્રોજેક્ટ અંતર્ગત 2 ફેઝમાં કામ ચાલી રહ્યું છે

ગુજરાતમાં અનેક સ્થળોએ જયાં નદી છે ત્યાં બ્યૂટીફિકેશનનાં ભાગરૂપે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યા છે. બસ તેવું જ એક સપનું ભાવનગરવાસીઓને (Bhavnagar) પણ બતાવવામાં આવ્યું હતું પણ એ સપનું તો બાજુમાં રહ્યું, આ રિવરફ્રન્ટ માટેનાં રિવરમાં પાણીનાં માર્ગમાં રહેલો અડચણરૂપ કચરો, વનસ્પતિ અથવા ઝાડી-ઝાંખરાની સઘન સફાઈ થાય તો પણ ઘણું છે. શહેરનાં સિદસર રોડ પણ આવેલી આ કેનાલમાં પુષ્કળ માત્રામાં ઝાડી-ઝાંખરા થઇ ગયા છે. જો આ સાફ થાય અને સપનું પુરૂં કરવાની મહેનત થાય તો ભાવનગરની રોનક બદલાય જાય તેમ છે. પરંતુ, તંત્રને સફાઈમાં કોઈ રસ ન હોય તેમ આ કેનાલમાં ઝાડી-ઝાંખરા ઊગી આવ્યા છે.

રૂ. 55 કરોડનો ખર્ચ છતાં રિવરફ્રન્ટની કેનાલોમાં ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય

આમ તો, ગુજરાતમાં દરેક મહાનગરમાં એક રિવરફ્રન્ટની (Bhavnagar Riverfront Project) સોવલતો આપવામાં આવી રહી છે અને તે રીતે ભાવનગર શહેરમાં પણ કંસારા પ્રોજેકટ અંતર્ગત બ્યૂટિફિકેશનનાં ભાગરૂપે રિવરફ્રન્ટ બનાવવામાં આવી રહ્યું છે. જો કે, આ પ્રજેક્ટ અધુરો રહ્યો છે તેવામાં કંસારા પ્રોજેક્ટ અંતર્ગત મનપાએ રૂપિયા 55 કરોડ જેવો માતબર ખર્ચ કર્યા પછી પણ રિવરફ્રન્ટની કેનાલોમાં અસંખ્ય લીલી વનસ્પતિ અને ગંદકી કચરાંનું સામ્રાજય જામ્યું છે. પરંતુ, રિવરફ્રન્ટ બનવાની વાત તો એક બાજું રહી ઊલટાનું કેનાલ બનાવમાં આવી છે તેની પણ જાળવણીનો અભાવ જોવા મળ્યો છે અને સફાઈ સમયસર ન થતા પ્રજાના ટેક્સનાં પૈસાનું પાણી થતું જોવા મળી રહ્યું છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : Hospital માં દવાનાં નામે ઉઘાડી લૂંટ પર લાગશે લગામ! પણ એક વાસ્તવિકતા આવી પણ છે!

મહાનગરપાલિકા દ્વારા ફેઝ 1 માં પણ હજું પણ સંપૂર્ણ કામગીરી થઈ નથી

કંસારા પ્રોજેક્ટ 2020 માં (Kansara Project) મહાનગરપાલિકાનાં હસ્તક સોંપાયા બાદ મહાનગરપાલિકા રૂ. 41 કરોડનો ખર્ચ દર્શાવીને કામગીરી હાથ ધરી હતી. ત્યારે, ફેઝ ટુ માટે રૂ. 39 કરોડ રાજ્ય સરકારે ફાળવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા ફેઝ વનમાં પણ હજું સંપૂર્ણ કામગીરી થઈ નથી. કંસારાનાં કાંઠે બન્ને બાજું પાળીઓ બનાવવામાં આવી છે પરંતુ, તેની વચ્ચે પણ ઘાસ ઊગી નીકળેલું જોવા મળે છે. મહાનગરપાલિકાએ ફેઝ વનમાં રૂ. 41 કરોડનો ખર્ચ વધારીને રૂ. 55 કરોડ કર્યો છે. છતાં, કંસારા પ્રોજેક્ટ હજું પણ અધૂરો છે અને હાલ રિવરફ્રન્ટની કેનાલની દયનીય દશા થતાં હાલ કેનાલોમાં ઝાડી-ઝાંખર અને લીલી વનસ્પતિએ ઘર બનાવી લીધું છે પરંતુ ભાવેણા વાસીઓનું રિવરફ્રન્ટનું સ્વપ્ન સપનું જ રહેશે તેવું લાગી રહ્યું છે

આ પણ વાંચો - Ahmedabad : CTM વિસ્તાર પાસે છરીનાં ઉપરાછાપરી ઘા ઝીંકી યુવકની હત્યા

20 વર્ષ થયાં છતાં કંસારા પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી

ભાવનગર શહેરનાં બોતળાવમાંથી નીકળતી કંસાર નદી પર રિવરફ્રન્ટ (Bhavnagar Riverfront Project) બનાવવાની એક યોજના 20 વર્ષ પહેલા તૈયાર થઈ હતી. ભાવનગરનાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદીએ કંસારા રિવરફ્રન્ટની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. જો કે, આજે બે ધારાસભ્ય બદલાઈ જવા છતાં પણ 20 વર્ષે કંસારા પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. ત્યારે સવાલ થયા છે કે શું કંસારા પ્રોજેકટ અંતર્ગત લોકોને રિવરફ્રન્ટની સુવિધા મળશે ? અને મળશે તો ક્યારે મળશે ?

આ પણ વાંચો - Surat : સુરતીઓ આનંદો! મુસાફરોની સુવિધામાં થયો વધારો, રાજ્ય સરકારે આપી આ ખાસ ભેટ

Tags :
Advertisement

.

×