Bhavnagar : નાર્કોટિક્સ પદાર્થોનાં વેચાણ સામે પોલીસની લાલ આંખ, લીધો આ કડક નિર્ણય!
- નશામુક્ત Bhavnagar અભિયાનને વેગ આપતો નિર્ણય
- ગોગો સ્ટીક કોનનાં વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
- જિલ્લા પોલીસવડાએ મૂકેલા પ્રપોઝલને કલેક્ટરની મંજૂરી
- કલેક્ટરે ગોગો સ્ટીક પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું
Bhavnagar : ભાવનગરમાં નશામુક્ત અભિયાન (Drug-Free Campaign) હેઠળ પોલીસ દ્વારા કડક અને સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ અભિયાનને વધુ વેગ આપે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. નશા મુક્ત અભિયાન હેઠળ વધુ એક કડક નિયમ બનાવવામાં આવ્યો છે. ભાવનગર પોલીસ દ્વારા નાર્કોટિક્સ પદાર્થોનાં (Narcotics) સેવનમાં ઉપયોગમાં લેવાતા ગોગો સ્ટીક કોનનાં (Gogo Stick Cones) વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માટે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Vadodara : દિવાળી પૂર્વે રૂ. 3.05 કરોડના પ્રોહીબીશનના મુદ્દામાલ પર બુલડોઝર ફર્યું
Bhavnagar માં ગોગો સ્ટીક કોનનાં વેચાણ પર પ્રતિબંધ
ભાવનગરમાં યુવાધનને નશાના રવાડે ચઢાવે એવા પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે પોલીસે લાલ આંખ કરી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ચાલી રહેલા નશા મુક્ત અભિયાનને વધુ વેગ આપવા માટે પોલીસ દ્વારા વધુ એક કડક નિયમ બનાવવામાં આવ્યો છે. માહિતી અનુસાર, ભાવનગર પોલીસ (Bhavnagar Police) દ્વારા નાર્કોટિક્સ પદાર્થોનાં સેવનમાં ઉપયોગમાં લેવાતા ગોગો સ્ટીક કોનનાં વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ માટે જિલ્લા કલેક્ટરને જિલ્લા પોલીસવડાએ મૂકેલી પ્રપોઝલને મંજૂરી મળી છે.
આ પણ વાંચો - Tharad ના આજાવાડામાં બે બાળકોનું કેનાલમાં ડૂબી જવાથી મોત
જિલ્લા પોલીસવડાએ મૂકેલા પ્રપોઝલને કલેક્ટરની મંજૂરી
માહિતી મુજબ, જિલ્લા કલેક્ટર દ્વારા ગોગો સ્ટીકનાં વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ભાવનગર પોલીસે આ જાહેરનામાનો કડક અમલ કરવા વેપારીઓ અને જાહેર જનતાને અપીલ કરી છે. આ સાથે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાનું જે કોઈ દ્વારા ભંગ કરવામાં આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો - Rajkot : સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી, વેન્ટિલેટરમાં આગથી વૃદ્ધ દાઝ્યા


