Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : આ વાઇરલ Video જોઈને તમે પણ માથું ખંજવાળશો!

આ વાઇરલ વીડિયોમાં એક સ્કૂટર તેના ડ્રાઇવર વગર જ રોડ પર દોડતું દેખાય છે.
bhavnagar   આ વાઇરલ video જોઈને તમે પણ માથું ખંજવાળશો
Advertisement
  1. Bhavnagar માં ડ્રાઇવર વિના દોડતા સ્કૂટરથી સૌ કોઇ આશ્ચર્યચકિત
  2. શહેરમાં ડ્રાઇવર વિનાનું સ્કૂટર દોડતું હોય તેવો વીડિયો વાઇરલ થયો
  3. CCTV માં ડ્રાઇવર વિનાનું સ્કૂટર દોડતું હોય તેવા દ્રશ્યો કેદ થયા

સોશિયલ મીડિયા પર અનેક ચોંકાવનારા વીડિયો વાઇરલ થયાં હોય છે. ત્યારે હવે વધુ એક ચોંકાવનારો અને આશ્ચર્ય પમાડે એવો વીડિયો ભાવનગરમાંથી (Bhavnagar) સામે આવ્યો છે. આ વાઇરલ વીડિયોમાં એક સ્કૂટર તેના ડ્રાઇવર વગર જ રોડ પર દોડતું દેખાય છે. આ વીડિયો જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાયા છે.

આ પણ વાંચો - Mahisagar : વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! અચાનક ફાટ્યો પેન્સિલ સેલ અને પછી..!

Advertisement

ભાવનગરનાં વીડિયોએ સૌને ચોંકાવ્યા

ભાવનગરમાંથી (Bhavnagar) એક વીડિયો સામે આવ્યો છે જે હાલ ખૂબ જ ચર્ચામાં છે. આ વાઇરલ વીડિયોમાં (Viral Video) એક સ્કૂટર રોડ પર ડ્રાઇવર વગર જ દોડતું નજરે પડે છે. વીડિયો જોઈ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે વીડિયો પાછળની એવી માહિતી સામે આવી છે કે, શહેરનાં પાનવાડી પાસે બે દિવસ પહેલા મોડી રાતે એક અકસ્માત સર્જાયો હતો. એક વાહનચાલકે સ્કૂટરચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં સ્કૂટરચાલક પડી ગયો હતો અને તેનાં પગનાં ભાગે ઇજાઓ થઈ હતી.

Advertisement

આ પણ વાંચો - BZ Group Scam : કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો, ગઈકાલે મહેસાણામાંથી થઈ હતી ધરપકડ

ડ્રાઇવર વગર જ સ્કૂટર દોડતું થયું

જો કે, સ્કૂટરચાલક પડી ગયા પછી તેનું સ્કૂટર જાતે જ રોડ પર આગળ ચાલી ગયું હતું. ડ્રાઇવર વગરનું દોડતું સ્કૂટર ઘટના સ્થળ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થયું હતું. જો કે, આ વીડિયોમાં માત્ર સ્કૂટર જ દોડતું દેખાય છે. આથી, ડ્રાઇવર વગર ચાલતા સ્કૂટરનો વીડિયો જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાયા છે અને અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો - VADODARA : ગાર્ડનનું સરનામું પુછી ગઠિયાઓ સોનાની ચેઇન તફડાવી ગયા

Tags :
Advertisement

.

×