ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar : વલ્લભીપુર-બરવાળા હાઇવે પર ગંભીર અકસ્માત, કાર ખાડામાં ખાબકી અને આગ લાગી

કારમાં આગ લાગી જતાં તેમાં સવાર મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
11:20 PM Aug 27, 2025 IST | Vipul Sen
કારમાં આગ લાગી જતાં તેમાં સવાર મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
Bhavnagar_Gujarat_first
  1. Bhavnagar નાં વલ્લભીપુર-બરવાળા હાઇવે પર અકસ્માત
  2. એક મહિલાનું મોત, 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી
  3. કાનપર પાસે કેરી નદીનાં નાળા પર સર્જાયો અકસ્માત
  4. સુરતથી પટેલ પરિવાર અમરેલી લોકિક કામ અર્થે જતો હતો
  5. કાર ની સાઇડમાં ખાડામાં ખાબકતા ગંભીર આગ ભભૂકી ઉઠી

Bhavnagar : વલ્લભીપુર-બરવાળા હાઇવે (Vallabhipur-Barwala Highway) પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરતથી પટેલ પરિવાર કાર મારફતે અમરેલી (Amreli) લોકિક કામ અર્થે જઈ રહ્યો હતો ત્યારે કાનપર પાસે કેરી નદીનાં નાળા નજીક કાર રોડની સાઇડમાં ખાડામાં ખાબકી જતાં અકસ્માત સર્જાયો હતો. કારમાં આગ લાગી જતાં તેમાં સવાર મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે.

આ પણ વાંચો - સુરતમાં ગણેશોત્સવ પહેલાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત: શાંતિ સમિતિની બેઠકમાં એકતાની અપીલ

સુરતથી અમરેલી જતાં પટેલ પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતથી (Surat) પટેલ પરિવાર કાર મારફતે અમરેલી લોકિક કામ અર્થે જઈ રહ્યો હતો. ત્યારે સવારે 5 વાગે વલ્લભીપુર-બરવાળા હાઇવે (Bhavnagar) પર કાનપર નજીક કેરી નદીના નાળા પાસે કારને અક્સમાત નડ્યો હતો. કાર રોડની સાઇડમાં ખાડામાં ખાબકી જતાં કારમાં આગ ભભૂકી ઊઠી હતી. કારમાં લાગેલ આગની ઝપેટમાં 4 લોકો સપડાયા હતા, જેમાં 1 મહિલા આગમાં ભુજાઈ જતાં કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે દાઝ્યા છે.

આ પણ વાંચો - Ahmedabad : સેવન્થ ડે શાળાનાં પૂર્વ શિક્ષકે લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- સ્કૂલમાં પહેલાથી જ..!

Bhavnagar  માં વલ્લભીપુર-બરવાળા હાઇવે પર અકસ્માત, એક મહિલાનું મોત

સ્થાનિકો દ્વારા 108 ઇમરજન્સી સેવાને જાણ કરતા ટીમ ત્યાં પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ ગઈ હતી. માહિતી અનુસાર, મૃતક મહિલાના ઓળખ સુરતનાં સ્મિતાબેન સુરેશભાઈ કત્રોડિયા તરીકે થઈ છે. આ મામલે સ્થાનિક પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોનો આરોપ છે કે તંત્ર દ્વારા સાઈન બોર્ડ સ્પષ્ટ પણે દેખાઈ એ રીતે ન મારેલા હોવાથી અગાઉ પણ અનેક અકસ્માત સર્જાઈ ચૂક્યા છે.

આ પણ વાંચો - જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીનો વિરોધ : GHCAAનું ડેલિગેશન CJIને મળશે, EGMમાં હડતાળ પર નિર્ણય

Tags :
AmreliBhavnagarCar AccidentGUJARAT FIRST NEWSRaod AccidentSuratTop Gujarati NewsVallabhipur-Barwala Highway
Next Article