Bhavnagar : નઘરોળ તંત્રની ઘોર બેદરકારી! તળાજામાં ગોપનાથ RCC રોડનો ચોંકાવનારો Video આવ્યો સામે
- ભાવનગરનાં તળાજા ખાતે ગોપનાથ RCC રોડમાં બેદરકારી (Bhavnagar)
- RCC રોડ પર એક બાદ એક વાહનો થઈ રહ્યા છે સ્લીપ
- તંત્રની બેદરકારીનાં કારણે રોડ પર અનેક વાહનો થયા સ્લીપ
- નવા બનેલા રોડની લીસી સપાટીને કારણે ઘટના વધી
Bhavnagar : ભાવનગરનાં તળાજામાંથી ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. ગોપનાથ RCC રોડનાં આ સીસીટીવી ફૂટેજમાં એક બાદ એક વાહનચાલકો સ્લીપ થતાં નજરે પડે છે. તંત્રની બેદરકારીનાં કારણે રોડ પર અનેક વાહનો સ્લીપ થયા છે. અહીં, નવા બનેલા RCC રોડમાં સપાટી લીસી હોવાથી, વરસાદ આવે ત્યારે વાહનચાલકો સ્લીપ થવાની ઘટનાઓમાં સતત વધારો થયો છે. આવા રોડની સપાટીને તાત્કાલિક રફ કરવામાં આવે તેવી માગ લોકોએ ઉચ્ચારી છે.
આ પણ વાંચો - Kankaria : 22 કરોડનાં ખર્ચે નવનિર્મિત બાલવાટિકાનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન
ગોપનાથ RCC રોડ પર એક બાદ એક વાહનો થઈ રહ્યા છે સ્લીપ
ભાવનગર જિલ્લાનાં (Bhavnagar) તળાજા તાલુકામાં ઉચડી ગામે ગોપનાથ RRC રોડના CCTV ફૂટેજનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે વરસાદનાં સમયે એક બાદ એક વાહન સ્લીપ થયા છે. વાહન સ્લીપ થતા કેટલાક નાગરિકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી સામે આવી છે. સ્થાનિકોનો આરોપ છે કે તંત્રની ધોર બેદરકારીનું પરિણામ નાગરિકોને ભોગવવું પડી રહ્યું છે.
Bhavnagar એક બાળક તો જબ્બર ઉતર્યો...એક મહિલા તો હસી રહી છે...! | Gujarat First
ભાવનગર જિલ્લાના તળાજાના ઉચડી ગામનો વિડીયો
નવા બનેલા RCC રોડની સપાટી એટલી લીસી છે કે સર્જાઈ રહ્યા છે અકસ્માત
બદનસીબે કોઈનો જીવ જાય તો તેની જવાબદારી કોની?
તાત્કાલિક રોડને રફ બનાવવામાં આવે તેવી… pic.twitter.com/68K0Xezstz— Gujarat First (@GujaratFirst) July 25, 2025
આ પણ વાંચો - Gandhinagar : શિક્ષકોની ભરતી અંગે મહત્ત્વ સમાચાર, ખાલી જગ્યાઓ પુરવા શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય
બાઈક, ટેમ્પો, રિક્ષા, બસ જેવા વાહનો થયા સ્લીપ
સ્થાનિકોએ જણાવ્યું કે, નવા બનેલા RCC રોડમાં સપાટી લીસી હોવાથી વરસાદ આવે ત્યારે ત્યાંથી પસાર થતાં વાહનો સ્લીપ થાય છે. બાઈક, ટેમ્પો, રિક્ષા, બસ જેવા વાહનો અહીં સ્લીપ થયા છે. વાહનો સ્લીપ થવાની ઘટનામાં કેટલાક નાગરિકોને ઇજાઓ પણ થઈ છે. કેટલીક વાર તો મોટો અકસ્માત સર્જાતા રહ્યો છે. સ્થાનિકોની માગ છે કે આવા રોડ પર તાત્કાલિક સપાટી રફ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં વાહનો સ્લીપ થવાની ઘટનાઓ ન બને.
આ પણ વાંચો - Surat : યુવકે Video કોલ પર યુવતીનાં કપડાં ઉતરાવ્યા, સ્ક્રીન રેકોર્ડિંગથી બ્લેકમેઇલ કરીને રૂ. પડાવ્યા


