Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાવનગરની વિધાર્થિનીઓ વીર જવાનોને 2 હજાર રાખડી સરહદ પર મોકલશે

ભાવનગરમાં Invincible NGO દ્વારા શરૂ કરવામાં આવેલ "A Rakhi To The Armed Forces" પ્રોજેતકટ અંતર્ગત દેશના સૈનિકો માટે 2000 રાખડી અને પત્ર તૈયાર કરાવ્યા
ભાવનગરની વિધાર્થિનીઓ વીર જવાનોને 2 હજાર રાખડી સરહદ પર મોકલશે
Advertisement
  • ભાવનગરની વિધાર્થિનીઓ સૈનિકોને મોકલશે રાખડી
  • રાખડી ઇકો ફ્રેન્ડલી મટિરિયલથી બનાવવામાં આવી છે
  • જવાનો માટે ખાસ રાખડી અને પત્ર તૈયાર કરવામાં આવ્યો છે

ભાવનગરમાં Invincible NGO દ્વારા શરૂ કરવામાં આવેલ "A Rakhi To The Armed Forces" પ્રોજેતકટ અંતર્ગત ભાવનગર શહેર અને જિલ્લાના વિધાર્થિનીઓએ દેશના સૈનિકો માટે 2000 રાખડી અને પત્ર તૈયાર કર્યા છે. આ રાખડી અને પત્રો સરહદે મોકલવામાં આવશે.

નોંધનીય છે કે "A Rakhi To The Armed Forces" પ્રોજેકટમાં 13 શાળા અને કોલેજની વિધાર્થિનીઓએ ભાગ લીધો હતો. દરેક વિદ્યાર્થિનીએ પોતાના હાથથી રાખડી બનાવી છે અને તેની સાથે એક હૃદયસ્પર્શી પત્ર પણ લખ્યો છે આ પત્રમાં સમર્પિત જવાનોને અદમ્ય પ્રેમ, આદર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે દરેક રાખડી ઇકો ફ્રેન્ડલી મટિરિયલથી બનાવવામાં આવી છે.ભારતના જવાનો માટે ખાસ રાખડી અને પત્ર તૈયાર કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

ઉલ્લેખનીય છે કે Invincible NGOના મયુર સુતરીયા જણાવી રહ્યા છે કે, તેઓ છેલ્લા ચાર વર્ષથી સતત આ કાર્ય કરી રહ્યા છે અને યુવા ફાઉન્ડેશન પણ આ કાર્યમાં જોડાયું છે. બંને સંગઠનોના સંયુક્ત પ્રયાસથી માત્ર ભાવનગર જ નહીં, પણ સમગ્ર ગુજરાતમાંથી કુલ 16,000થી વધુ રાખડીઓ અને પત્રો ભારતના વિવિધ બોર્ડર વિસ્તાર સુધી પહોંચાડવામાં આવશે.

અહેવાલ : કૃણાલ બારડ,  ભાવનગર

આ પણ વાંચો:   મુંબઈથી અમદાવાદ હવે માત્ર 2 કલાકમાં, Bullet Train અંગે રેલવે મંત્રીએ આપ્યું મોટું અપડેટ

Tags :
Advertisement

.

×