Bhavnagar : 43 ડિગ્રી વચ્ચે કેટલાક વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ, ગરમીથી રાહત
- ભાવનગરમાં (Bhavnagar) ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ
- ભાવનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો
- 43 ડિગ્રી વચ્ચે અનેક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
- હવામાન વિભાગે કરી હતી કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ગરમીનાં કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. મોટાભાગનાં જિલ્લાઓમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે, ભાવનગરમાં (Bhavnagar) ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. 43 ડિગ્રી વચ્ચે વરસાદ થતાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગે (Meteorological Department) પણ કમોસમી વરસાદની આગાહી કરી હતી. બીજી તરફ કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા સેવાઈ છે.
આ પણ વાંચો - Bhavnagar : 3 મકાન, 1 રિક્ષામાં આગ લગાવવા મામલે 12 સામે ગુનો, 8 ની ધરપકડ
કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ થતાં લોકોને આંશિક રાહત
ભાવનગરમાં (Bhavnagar) ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. જિલ્લા અને શહેરનાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જ્યારે, કેટલીક જગ્યાએ તો વરસાદ પણ ખાબક્યો છે. 40 ડિગ્રી વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેથી લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે હવે ભાવનગરમાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા પસરી છે.
આ પણ વાંચો - Surat: હેપ્પી એન્કલેવમાં લાગેલી આગ કાબૂમાં, 18 થી 20 લોકોનું કરાયું રેસ્ક્યું
ગુજરાતમાં આજથી ગરમી માં ઘટાડો થશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા પણ વાતાવરણને લઈ આગાહી કરવામાં આવી હતી કે, આગામી સમયમાં રાજ્યમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે. તેમ જ બનાસકાંઠા, કચ્છ (Kutch), મહેસાણા, આણંદમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા પડી શકે છે. ઉપરાંત, દાહોદ, લીમખેડા, વડોદરા (Vadodara), ગાજવીજ સાથે વરસાદી છાંટા પડી શકે છે. સૌરાષ્ટ્રનાં હળવદ, સુરેન્દ્રનગરનાં (Surendranagar) કેટલાક ભાગોમાં પણ પવન સાથે હળવા વરસાદ ખાબકી શકે છે.
આ પણ વાંચો - Gujarat News : રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટીવિટી મામલે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી